US ઓપનમાં ભારતીય ટીમનું અનુગાઇ સમીર અને પ્રણય કરશે

2

છેલ્લા ઘણા સમયથી ઇજાના કારણે બેડમિન્ટન ખેલાડી સમીર વર્મા મેદાન બહાર હતો. પરંતુ હવે ઇજામાંથી બહાર ૧૯ જુલાઇથી શરૂ થઇ રહેલી યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ચાલુ વર્ષે સૈયદ મોદી ટુર્નામેન્ટ જીતનાર સમીર વર્માને ખંભાની ઇજાને કારણે ગત મહિનામાં રમાયેલી ઇંડોનેશીયો અને ઓસ્ટ્રેલિયા સુપર સીરીઝમાં રમી શક્યો ન હતો.
ઇજાને કારણે સમીર વર્મા કેનેડા ઓપનમાં પણ રમી શક્યો ન હતો. કેનેડા ઓપનમાં રમી ન શકવાનું અન્ય કારણ તેન અંતિમ સમય સુધી વિઝા મળ્યો ન હતો. આ તમામ ટુર્નામેન્ટમાં નહી રમવાના કારણે થયેલું નુકસાન તે યુ.એસ. ઓપન ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરીને ભરપાઇ કરશે. યુ.એસ. ઓપનમાં સમીર વર્માનો પહેલો મુકાબલો વિયેતમાનના હુઆંગ નગુએન સામે થશે. તો બીજી તરફ પ્રણય અને પારૂપલ્લી કશ્યપ પણ કેનેડા ઓપન સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ બન્ને ખેલાડીઓ તેની ભરપાઇ યુ.ઓસ. ઓપનમાં કરશે. યુ.એસ. ઓપનમાં પારૂપલ્લી કશ્યપને શરૂઆતમાં જ ટોચનો ક્રમાંકીત કોરીયાના લી હ્યુન ઇલ સામે થશે. જ્યારે પ્રણયનો સામનો ઓસ્ટ્રિયાના લુકા રૈબર સામે થશે. યુએસ ઓપનમાં પુરૂષ સિંગ્લસમાં ભાગ લઇ રહેલા અન્ય ભારતીય ખેલાડીઓમાં અભિષેક યેલેગર છે. જેની પહેલી મેચ ફ્રાંસના ત્રીજા ક્રમાંકીત બ્રાઇસ લેવરડેજ સામે થશે. જ્યારે લખાની સારંગ જાપાનના ક્રેંટા નિશિમોતો સામે ટકરાશે. તો હર્ષિલ દાની મેક્સિકોના અર્તુરો હર્નાડિસ સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં સાઇના નેહવાલ યુએસ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેચી લીધું છે. જેના પગલે રાષ્ટ્રિય ચૈમ્પિયન રીતુપર્ણા દાસ અને રૂતવિકા શિવાની મહિલા સિંગલ્સમાં પ્રતિનિધિત્ત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *