GST: સરકારે કયાં થાપ ખાધી? સુધારાને હજૂ પણ તક છે…

art2

ગુડ્ઝ એન્ડ સર્વીસ ટેકસનો કાયદો લાવવાનો સરકારનો મૂળહેતુ પરોથવેરા જેવા કે વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેકસ-એક્સાઈસ સર્વીસ ટેકસને બદલે એક જ વેરા અમલમાં આવે તો વેપારીઓને  જુદા જુદા કાયદા હેઠળ જુદુ જુદુ રજીસ્ટ્રેશન કરાવવું ન પડે અને ધંધો કરવામાં સરળતા રહે જો કે  કાયદાનો અમલ શરુ થયા પછી વેપારીઓને સરળતાને બદલે ઉલમાંથી મુલમાં પડ્યા જેવો અનુભવ થઇ રહ્યો છે અને જે જુના અલગ અલગ કાયદા હતા તે સારા હતા તેવું લાગી રહ્યું છે. શરુઆતમાં આ સુધારાને પરોક્ષવેરાના કાયદાનો ભારતના ઈતિહાસમાં સૌથી મોટો અને ક્રાંતિકારી સુધારા તરીકે ઓળખવામાં આવ્યો હતો પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ વેપારીઓને કડવા અનુભવો થવા લાગ્યા છે.

તેમાંય પણ નાના અને મીડીયમ સાઈઝના વેપારીઓ તો ખુબ જ દુ:ખી થઇ મીડીયમ સાઈઝના વેપારીઓ તો ખુબ જદુ:ખી થઇ ગયા છે મોટા વેપારીઓ કે ઉત્પાદકો પગારદાર એકાઉન્ટનો રાખીને જીએસટીના કાયદાનો અમલ કરી શકશે. સ્ટાફનો ખર્ચ તેમને પોસાય છે સરકાર જીએસટી કાયદાના અમલ માટે પોતે જે કર્યુ છે તે બરાબર છે, પોતાની જ પીઠ થાબડ્યા કરે છે કારણ કે નાના અને મધ્યમ કદના વેપારીઓની હૈયાવરાળ તેમના સુધી પહોંચતી નથી કાંતો સરકાર આ બધી વાતો વિરોધ પક્ષના ખોટો પ્રચાર છે તેમાંની આંખ આડા કાન કરી રહી હોય તેમ લાગે છે. આપણા નાણાં પ્રધાન અરુણ જેટલી જીએ તો એવું ગાજર લટકાવી દીધુ છે કે બધુ સારુ ચાલશે તો સરકાર જીએસટીના દર ઘટાડશે અને આદરો ગઇ તારીખ ૧૦મી નવેમ્બરની મીટીંગમાં કરી બતાવ્યું ૧૭૮ આઈટમના દર ૨૮ થી ૧૮ ટકા કરવામાં આવ્યા અને અન્ય વેરાના દર પણ ઘટાડ્યા. જો કે છેલ્લા કેટલાક સમયથી આર્થિક મંદીની શરુઆત થઇ ગઇ છે અને સરકાર આર્થિક મોચરે નિષ્ફળ ગઇ છે તે દેશમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે જીએસટી અંગે સરકારે પોતે તપાસ કરવાની જરૂર છે કે વેપારીઓ જીએસટીના દર કરતાં પણ તેની આટીઘુટીથી વધારે પહેચાન છે એક થીવધુ સપ્લાયર પાસેથી માલ ખરીદનાર વેપારીને માલ વેચે ત્યારે ધંધો કરવો કે રીટર્ન ભરવા એવો સવાલ ઉદભવે છે. જુલાઈ મહિનાના ટેક્સ કલેકશનના આંકડા જાહેર કરવામાં આવ્યા તેમાં આશરે ૯૦,૦૦૦ કરોડની આવક બતાવી હતી. પરંતુ તેની સામે વેપારીઓને અંદાજે રૂા. ૬૦,૦૦૦ કરોડની ક્રેડીટની તો ગણતરી જ કરી ન હતી. અત્યારે પણ વેપારીઓને વેરા શાખ લેવા માટે મુશ્કેલીઓ પડી રહી છે.

એક તરફ જોઇએ તો સરકારે જીએસટીનો કાયદો લાવવામાં ઉતાવળ કરેલ છે તે સાબત થઇ ગયું છે એટલે જ હવે ધીમેધીમે તેમાં રાહતો આપીને કાયદાને સરળ બનાવવા માટે પ્રયત્ન કરી રહેલ છે. આપણે જોયુ કે ૧૦મી નવેમ્બરની મીટીંગમાં જેરાહતો જાહેર કરી તે આપણીધારણા કરતા પણ વધારે રાહતો લાગી અને હજી પણ વધુને વધુ રાહતો સુધારા વધારા આવવાના જ છે. કારણ કે હજી વેપારીઓની મુશ્કેલી ઓછી થઇ નથી અને કાયદામાં પણ ઘણી ક્ષતી તથા ખામીઓ રહેલી છેજ. કેમ કે પેટ્રોલીયમ રીયલ એસ્ટેટ અને  ઈલેક્ટ્રીસીટીને જીએસટીમાં સમાવી શકેલ નથી જે એક વિચારવા જેવો મુદ્દો છે આ પાછળનું કારણ શું હોઇ શકે?આની અસર મોટા વેપારી ઉદ્યોગ ઉપર ઘણી પડી છે. સરકાર એકબાજુ સસ્તા મકાનો-ઘરોની વાતો કરે છે અને આજ મકાનો બાંધવા માટે જરૂરી વસ્તુઓ સિમેન્ટ પેઈન્ટ વગેરે ઉપર ૨૮ ટકા વેરાનો દર છે. આમ જોવા જઇએ તો જીએસટીના આ કાયદામાં રીયલ એસ્ટેટના સેકટરમાં કોઇ જ સ્પષ્ટતા નથી. જેના લીધે બીલ્ડરો અને ડેવલપર્સ પણ દ્વિઘામાં છે. આપણે જોઇએ છીએ કે ઘણા  બિલ્ડરો મકાન ઉપર જીએસટી લાગવાનું કહેશે જયારે ઘણા બિલ્ડરો ઓફર કરમુકત તરીકે આપે છે આપણે સૌ જાણીએ છીએ કે ગઇ સાલ નોટબંધીને કારણે રીયલ એસ્ટેટના ધંધામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. અને બીજી તરફ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-રેરાના અમલથી આ ધંધા ઉદ્યોગના વેપારીઓ સતત દબાણમાં રહેલા છે અને તેમાં પણ જીએસટી આવવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે એટલે ઘર ખરીદનાર વ્યક્તિ ઉપર તો બોજ વધાતો જ જાય છે. અત્યારે સરકાર જણાવે કે જીએસટીની ટેક્રીકલ ખામીઓ સુધારી લેવામાં આવીછે. પરંતુ વેપારીને હજી પણ કેટલીક ખામીઓ મુજવે છે.

આજના આ યુગમાં આપણે સૌ માનીએ છીએ કે એટક્ધડશનર અને રેફરીજરેટર જે જીવન જરૂરીયાત વસ્તુ થઇ ગયેલ છે આમ છતા જીએસટીના કાયદા હેઠળ આ વસ્તુને મોજશોખની વસ્તુ ગણવામાં આવે છે અને તેના ઉપર વેચનો દર ૨૮ ટકા જ રાખવામાં આવ્યો છે. જુલાઈથી એટલે કે આ કાયદાનાં અમલીથી આજ તારીખ સુધીમાં અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે શું બતાવે છે? આ કાયદામાં અમલમાં ખરેખર સરકારે ખુબ જ ઉતાવળ કરી છે અને ધીમે ધીમે હવે પીછે હઠ કરવા લાગી છે હજી પણ ઘણા સુધારાને અવકાશ છે જે કે ટેકસના દર ઘટાડવા અનેતેમાં પણ નીચા દરો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે અને સરવીકરણ તરફ આગળ વધુ પડશે. અગાઉ આપણે જોઇ ગયા કે જીએસટીએ દુનિયાના ૧૬૦ થીવધુ દેશોમાં અમલમાં છે. અને તે ઘણો સારો કાયદો પુરવાર થયો છે તો આપણા દેશમાં આ કાયદાના અમલમાં આટલી બધી મુશ્કેલીઓ શા માટે? જીએસટીના મુળ સિધ્ધાંત પ્રમાણે ટેકસમાંથી જે ચીજવસ્તુઓને માફી આપવામાં આવી હોય તે સિવાયની બધી જ વસ્તુ ઉપર એક સમાન ટેકસનો દર હોવો જોઇએ જે આપણા જીએસટીના કાયદામાં નથી. આપણે ત્યાં ચાર  પ્રકારના ટેકના દર છે જે ખરેખર મુશ્કેલમાં વધારે છે આપણે ત્યાં જે દર છે ૫ ટકા, ૧૨ટકા ૧૮ ટકા અને ૨૮ ટકા આ ચારેયની એવરેજ કરીને દરેક વસ્તુ ઉપર ૧૨ ટકાનો દર રાખવામાં આવ્યો હોત તો કદાચ આ કાયદો ખુબ જ સરળ બની શકયો હોત અને સરકારને આવકમાં પણ વધારો થયો હોત અને આંતરરાષ્ટ્રીય જગતમાં આપણે ટકી શકયા હોત. અરે જયારે જીએસટીના કાયદા અંગે સંસદમાં ચર્ચા ચાલતી હતી અને જે સૂચનો આપવામાં આવ્યા હતા તેના ઉપર પણ ધ્યાન આવ્યું હોત તો આવી મુશ્કેલી ન પડત ટેકસ ક્ધસલ્ટન્ટ- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને બીઝનેસ એસોસીએશનોને સલાહ પણ સ્વીકારવામાં આવતી હતી.

આ  કાયદાનો ડ્રાફ્ટ અધિકારીઓએ તૈયાર કર્યો હતો જેમને ટેકસનું કોઇ હતું અને ધંધોક રનાર વેપારીને શું તકલીફો પડશે તેની ચિંતા જ કરી ન હતી અને છેલ્લે સહન કરવાનું વેપારી વર્ગ અને ગ્રાહકને આવ્યું. અત્યારે જે ફેરફારો કર્યા અને હજી પણ કરવામાં આવશે તેજ બતાવે છે કે સરકાર આ કાયદાથી કેટલી હતાશ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *