GST ટેક્સ ફ્રેન્ડલી નથી:સરકાર સુધારાઓ કરે:બોમ્બે હાઇકોર્ટ

Mumbai-High-court_1490093276130

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જીએસટી ટેક્સ ફ્રેન્ડલી નથી, તેમાં સરકાર જલ્દીથી સુધારો કરે. જીએસટીને લોકોના હિસાબે આસાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂર પગલાં ભરે. જસ્ટિસ એસ.સી.ધર્માધિકારી અને જસ્ટિસ ભારતી ડાગરેની બેંચે ઓટોમેટિક મશીન બનાવનારી એક કંપની તરફથી દાખલ કરાયેલી પિટીશનની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. બેંચે હાલ આ મામલે વધુ સુનાવણી ૧૬ ફેબ્રુઆરી સુધી ટાળી દીધી છે.
પિટીશન દાખલ કરનાર કંપનીએ દાવો કર્યો કે જીએસટી નેટવર્કમાં તેને એક્સેસ જ નથી મળી રહ્યું. જેથી તેઓ પોતાનું રિટર્ન અને ટેક્સ નથી ભરી શકતા. તેનાથી તેમના વ્યવસાયને પણ ઊંધી અસર પડે છે.
આ અંગે બેંચે કહ્યું કે સરકાર જીએસટી પોર્ટલની એક્સેસ સાથે જોડાયેલી પરેશાની માટે ફરિયાદ ઉકેલ અંગેની સિસ્ટમ બનાવે કે જેથી લોકોને મુશ્કેલી પડે તો પોતાની પરેશાની સોલ્વ કરી શકે.
બેંચના જણાવ્યા મુજબ, જીએસટીને ત્યારે જ સફળ માનવામાં આવશે જ્યારે લોકો સહેલાયથી તેના પોર્ટલ પર પહોંચીને પોતાનું રિટર્ન ફાઈલ કરી શકે. કોઈપણ જાતની મુશ્કેલી વગર પોતાના ટેક્સનું પેમેન્ટ કરી શકે. બેંચે કહ્યું કે ટેક્સ માટે બનાવવામાં આવેલી નવી સિસ્ટમમાં મુશ્કેલી હોવી તે આપણાં દેશની ઈમેજ અને પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. ખાસ ત્યારે જ્યારે આપણે અહીં વિદેશી રોકાણકારોને આમંત્રણ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *