GSTમાં આડકતરી રાહતો ન આપતા:રાજયોને કેન્દ્રની લાલબતી

gst

ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) લાગુ થયાના બે મહિના બાદ કેન્દ્રએ ભવિષ્યમાં ૧૮%નો સિંગલ રેટ અથવા ૧૨ અને ૧૮%ના બેવડા સ્લેબ રાખવાના ઈરાદાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે રાજયોએ ૨૮% ના મહતમ સ્લેબમાં સમાવિષ્ટ માલસામાન અને સેવાઓના રેટ માં વારંવાર ફેરફાર કરવાથી દૂર રહેવું જોઈએ.
યુવાનોને આપવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ રાજયો પુર્વ સમીક્ષા કર્તા વગર મોટી સંખ્યામાં રજુઆત કરી રહ્યા છે, રવિવારે જીએસટી કાઉન્સીલે લગભગ ૪૦ ચીજોના રેટ ઘટાડયા હતા. અલબત, એ મોટાભાગની સામાન્ય વપરાશની હતી.
સરકારે ૪ સ્લેબનું જીએસટી માળખું તૈયાર કર્યું છે. એમાં ૧૨ અને ૧૮%ના બે સ્ટાન્ડર્ડ રેટ છે. સંભવિત ભાવવધારામાંથી ગરીબ-મધ્યમ વર્ગને બચાવવા આ વ્યવસ્થાકરાઈ હોવા છતાં અર્થશાસ્ત્રીઓ દ્વારા એ ‘પરફેકટ મોહેલ’ નહીં હોવાની ટીકા થઈ હતી.
હાલની ઘડીએ રાજયોને રેટ ઘટાડવા ઝાઝી માંગણીઓ નહીં કરવા જણાવાયું છે. એડવાઈઝરી અનુસાર એકઝેમ્પશન માંગવાથી ઈનપુટ ટેકસ ક્રેડીટની ચેઈન (સાંકળ) ભાંગી પડે તેવી ચીમકી આપવામાં આવી છે.
રાજયોને સૂચવવામાં આવ્યું છે કે એકઝેમ્પશન (મુક્તિ) અથવા રેટમાં ઘટાડો માંગવાના બદલે સ્થાનિક રીતે મહત્વની ચીજો અથવા સેવાઓને સબસીડી દ્વારા મદદ કરવી જોઈએ.સરકારને એ વાતની પણ ચિંતા છે કે ઝીરો જીએસટીવાળી મેન્યુફેકચર્ડ પ્રોડકટસ મેઈક ઈન ઈન્ડીયા પહેલને હાનિકારક નિવડશે.
આયાતકાર હરીફને પણ કાઉન્ટરચેઈલીંગ ડયુટી ભરવી નહીં પડે અને એથી સ્થાનિક બનાવટની ચીજો કરતાં આયાતી વધુ સસ્તી પડશે. રાજયોને કહેવામાં આવ્યું છે કે ક્ધસેલનલ લેવીથી ફિનિશ્ડ (તૈયાર) પ્રોડકટ પર ઈનપુટ કરતાં ઓછી ડયુટીમાં પરિણમશે અને એ કારણે ડોમેસ્ટીક ડીલર્સ માટે વધારાનો ખર્ચ ઉભો થશે અને આયાતની તુલનામાં એમની સ્થિતિ વધુ નબળી પડશે.
રાજયોને જીએસટીના અમલ બાદ ચીજવસ્તુઓના ભાવ ઠરીઠામ થવા દેવા સલાહ આપતાં કેન્દ્રએ જણાવ્યું છે કે રેટમાં ઘટાડાની વાજબી સમય, ઓછામાં ઓછા ૩ મહિના પછી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *