સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં રિટ

સુરત શહેરમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાના ગર્ભપાત માટે તેના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટે સગીરાની શારીરિક સ્થિતિ તેમજ તેના ગર્ભ પહેલા ભૃણની પણ શારીરિક સ્થિતિનો અહેવાલ રજુ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટને આદેશ આપ્યો છે. આજે હોસ્પિટલ દ્વારા જવાબ રજુ નહીં થતાં કોર્ટે તેમને વધુ એક દિવસનો સમય આપી કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુલત્વી રાખી છે. આ […]

Read more

ઉસરા-મંગલ મહુડી વચ્ચે ટ્રેન ટ્રેક્ટર સાથે અથડાતા રેલવે વ્યવહાર ખોરવાયો

ઉસરા અને મંગલમહુડી રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન સાથે અકસ્માત સર્જાતાં ટ્રેક્ટરના ટુકડે ટુકડા થઈ જવા પામ્યા હતાં. મુંબઈ-દિલ્હી વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર તા. ર૧-૫-ના રોજ રાતના આઠ વાગ્યાને આઠ મિનિટે એક ટ્રેક્ટરચાલક તેના કબજાનું જીજેર૦બી-ર૯૮૮ નંબરનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી ઉસરા અને મંગલમહુડી રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ક્રોસ […]

Read more

નડિયાદ ખાતેથી રાજ્યવ્યાપી ૧૩મો કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યવ્યાપી ૧૩મો કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હળધર બલરામ અને હળની પૂજા-અર્ચના કરી કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્કેટિંગ અને વેલ્યુએશન ખાસ થીમ પેવેલિયનમાં ઊભા કરવામાં આવેલ કૃષિ, પશુપાલન અને બાગાયતી પ્રદર્શન સ્ટોલોની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. આ કૃષિ પ્રદર્શને ખેડૂતોમાં અનેરું આકર્ષણ […]

Read more

પાટણમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવો : એકનું મોત

પાટણ જિલ્લામાં ત્રણ અલગ અલગ બનેલા માર્ગ અકસ્માતમાં એકનું મોત ને ત્રણને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી માહિતી મુજબ ચાણસ્મા ટાઉનમાં ઈલેક્ટ્રીક હિરો લઈને જઈ રહેલા એક આધેડને ગાડીના ચાલકે ટક્કર મારતાં માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતકના પુત્ર નિલેષભાઈ અમૃતલાલ સથવારાએ ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતની બીજી ઘટનામાં સમી ખાતે […]

Read more

પ્રાંતિજ તાલુકા ભાજપ મંડલની બેઠક યોજાઈ

પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટી તાલુકા તેમજ શહેર મંડલની એક બેઠક માર્કેટ યાર્ડ ખાતે મળી હતી. આ બેઠકમાં સાબરકાંઠાના સાંસદ દિપિંસહ રાઠોડ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયિંસહ ચૌહાણ, પ્રભારી ભગવાનભાઈ પરમાર તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી બળવંતભાઈ પટેલ, શહેર મંડલના પ્રમુખ વિજયભાઈ પટેલ, મહામંત્રી નિકુંજભાઈ રામી તેમજ અગ્રણી કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહૃાાં હતા. તાલુકા તેમજ […]

Read more

દિશાસૂચક બોર્ડના અભાવે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

મોડાસા તાલુકાના મેઢાસણ-બોડી માર્ગ પર હાલ અમૃતપુરા કંપા નજીક નવીન પુલની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવીન પુલ બનાવતા કોન્ટ્રાક્ટર દ્વારા અહીંથી પસાર થતા વાહનચાલકોને બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ડાયવર્ઝનના દિશા સૂચન બોર્ડ મૂકવામાં ન આવતા ગત રાત્રીના સમયે અહીંથી પસાર થતા બાઈકચાલક પુલ નજીક રાખેલા પથ્થર પાસે બાઈક સ્લીપ થઈ જતાં મોટા-મોટા પથ્થરો સાથે બાઈક ચાલકનું માંથુ […]

Read more

મોડાસામાં શ્રદ્ધા લેટના ગટરના પાણીથી આજુબાજુના રહીશો બેહાલ

મોડાસા બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ગંદા પાણી ગટરમાં વહેવડાવવાના બદલે મુખ્ય માર્ગ પર નિકાળતા શ્રદ્ધા એપાર્ટમેન્ટની આજુબાજુમાં આવેલ ત્રણ સોસાયટીઓના રહીશોનું રહેવું બદતર બની ગયું છે. આ અંગે નગરપાલિકા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ કે શ્રદ્ધા એપાર્ટમેન્ટના રહીશો સામે દૃંડનીય કાર્યવાહી ન કરાતા રહીશ દ્વારા મોડાસા નગરપાલિકા તંત્રમાં લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ગટરના પાણીના […]

Read more

બારડોલીમાં મંથર ગતિએ ચાલતુ ગાંધી રોડના રિનોવેશનનું કામ

ગાંધી રોડના રિનોવેશનનું કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોય, આગામી ચોમાસામાં ગાંધી રોડ વિસ્તારના લોકોની સ્થિતિ કફોડી થવાની શક્યતા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ડિવાઈડર અને રસ્તો પહોળો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ ન હોઈ પ્રજાએ તકલીફ વેઠવા તૈયાર રહેવું પડશે. બારડોલી પાલિકાના શાસકોની ઢીલી નીતિના કારણે સમગ્ર નગરમાં વિકાસના કામો મંદ ગતિએ […]

Read more

રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વીજ કડાકા સાથે વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના અનેક ભાગોમાં આજે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થયો છે. લીમડી પંથકના ગામડાઓમાં ભારે વરસાદ થયો છે. નેશનલ હાઈવે પર આવેલા કરસનગઢ, મીઠાપુર, દેવપરા સહિતના ગ્રામ્ય વિસ્તારની આજુબાજના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ગાંધીનગર-કલોલ સહિતના વિસ્તારોમાં સાંજે સાત […]

Read more

મનપાના કર્મચારીઓ દ્વારા આતંક અને હિંસાના વિરોધમાં શપથ ગ્રહણ કરાયા

0295

આતંકવાદ અને હિંસા સામે લડવા માટે રાજ્ય સરકાર તરફથી અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોન ઓફિસમાં તમામ કર્મચારીઓને આતંકવાદ અને હિંસા વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા. લીંબાયત ઝોનમાં યોજાવામાં આવેલા આ કાર્યક્રમમાં મનપાના ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ સી.વાય. ભટ્ટ, ઝોનલ અધિકારી ગાયત્રીબેન જરીવાલા, આરોગ્ય અધિકારી ડોક્ટર રંજીત ભટ્ટ સહિતના અધિકારીઓની હાજરીમાં તમામ કર્મચારીઓને […]

Read more
1 2 3 195