દોરડાકૂદમાં રોબોએ બનાવ્યો રેકોર્ડ

robotb

જપાન લગાતાર ટેકિનકલ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે વિક્રમો સર્જવામાં મોખરે છે. તાજેતરમાં જમ્પમેન નામના રોબોએ દોરડા કૂદનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જમ્પમેને એક મિનિટમાં ૧૦૬ વાર દોરડા કૂદીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં બનેલા આ રોબોને પેન્ગ્વિન જેવો શેપ અપાયો છે. ટોકયોમાં યોજાયેલી રોબોકોન ઇવેન્ટમાં બે વ્યકિતઓએ બે તરફથી દોરડું ફેરવ્યું હતું અને જમ્પમેન એ દોરડાને ઠેકતો […]

Read more

૮૦ ભાષામાં ગીતો ગાય છે આ ઈન્ડિયન ગર્લ, હવે ગિનિસ રેકોર્ડ છે નિશાના પર

girlb

દુબઈની ઈન્ડિયન હાઈ સ્કૂલમાં ભણનારી એક ભારતીય વિદ્યાર્થિની ૮૦ ભાષાઓમાં ગીત ગાઈ શકે છે અને તે એક કોન્સર્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરી રહી છે. એક મીડિયા રિપોર્ટથી આ જાણકારી મળી છે. ગલ્ફ ન્યૂઝની ખબર અનુસાર ૧૨ વર્ષની સુચેતા સતીશ ૨૯ ડિસેમ્બરે થનારા એક કોન્સર્ટમાં ૮૫ ભાષાઓમાં ગીત ગાવવાનો પ્રયત્ન કરશે. સુચેતાએ જણાવ્યું કે તે ૮૦ ભાષાઓમાં ગીત ગાવાનું […]

Read more

રીયલ આયર્ન મેનની જેમ જેટસૂટ પહેરીને સૌથી ઝડપે ઊડવાનો રેકોર્ડ

jetsuitb

લંડન: બ્રિટનના રીચર્ડ બ્રાઉનિંગ નામના પાઇલટે આયર્ન મેન જેવા ગેટઅપમાં સૌથી ઝડપી ઊડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડના રીડીંગ શહેરના લગૂના પાર્કમાં ગયા વીકમાં તેણે આયર્ન મેન જેવા કોસ્ચ્યુમમાં જેટ એન્જીન પાવર ધરાવતો સૂટ પહેરીને પાણી પર ઊડવાનો સ્ટન્ટ કર્યો હતો. ત્રીજા અને છેલ્લા પ્રયત્નમાં રીચર્ડ પ૧.પ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પાણી પર ઊડયો હતો અને સૌથી ઝડપી જેટસૂટ ફલાઇંગનો રેકોર્ડ […]

Read more

હેલોવીન નાઇટમાં ડોકટરે જોકરના વેશમાં પેશન્ટની ડિલિવરી કરાવી

jokerb

અમેરિકાના નેશવિલ શહેરમાં હેલોવીન ફેસ્ટીવલ દરમ્યાન હેની કાઉન્ટી મેડીકલ સેન્ટરમાં ડો.પોલ લોકસ પોતાની હોસ્પીટલમાં જોકરના વેશમાં ફરતા હતા એવા સમયે જોસેફ નામનો યુવક તેની પત્ની બ્રિટનીને લેબર પેઇન સાથે લઇને ઇમર્જન્સી સાથે આવ્યો. ડોકટર તરત જ ડિલીવરી કરાવવા માટે કપડાં બદલવા જવા લાગ્યા ત્યારે બ્રિટની અને જોસેફે તેમને એમ કરતાં રોકયા. તેમનું કહેવું હતું કે ડોકટર જોકરના વેશમાં જ ડિલીવરી […]

Read more

મુંબઇમાં મળે છે ડાયમન્ડ અને ગોલ્ડ કોફી

coffeeb

મુંબઈ: કોફીરસિયાઓ માટે હવે મુંબઇમાં પણ ઘણાબધા ઓપ્શન્સ છે. જો કે કોફી બાય ડી બેલા નામની એક કોફીશોપ ચેઇને હટકે કોફી પીરસવાનું શરૂ કર્યુ છે. એનું નામ છે ડાયમન્ડ કેપુચીનો અને ગોલ્ડ કેપુચીનો. નામ મુજબ આ કોફી પર ડાયમન્ડ અને ગોલ્ડની સજાવટ કરેલી છે. અલબત્ત, એ સાચકલા ડાયમન્ડ કે સોનાની નથી હોતી. ખાઇ શકાય એવા ગ્લીટરની મદદથી કોફી પર ડાયમન્ડ […]

Read more

આરોપી દરેક સવાલના જવાબમાં વાછૂટ કરતો હોવાથી પોલીસે કંટાળીને પૂછપરછ પડતી મુકી

accusedb

અમેરિકાની કેન્સસ સિટીમાં સીન સાઇકેસ જુનિયર નામના ૨૪ વર્ષના યુવકને પોલીસે ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાનૂની હથિયારો રાખવાના ગુનાસર પકડયો હતો. પોલીસે તેની પાસેથી વધુ માહિતી કઢાવવા માટે તેની પૂછપરછ શરૂ કરી હતી. જો કે જયારે ઇન્ટોરોગેશન શરૂ થયું ત્યારે પોલીસ કંઇ પૂછે એટલે તે ખુરશીની એક બાજુએથી સહેજ ઉંચો થઇને લાંબી વાછૂટ કરતો. દરેક વખતે તે નાની-મોટી વાછૂટ કરતો હોવાથી […]

Read more

આ હોટેલ ઓફર કરે છે પેટની ચરબી ઘટાડે એવો મછલીસ્ટાઇલ ફિટનેસ-વર્કઆઉટ

fishb

સેન ડીએગો: અમેરિકાના કેલિફોર્નિયા રાજયના સેન ડીએગોમાં આવેલી હોટેલ ડેલ કોરોનાડોએ પોતાના કસ્ટમર્સ માટે ખાસ માછલીઓની જેમ વર્કઆઉટ કરી શકાય એવાં સેશન્સ શરૂ કર્યા છે. બીચ વિલેજ પૂલમાં સહેલાણીઓ માછલી જેવી ફિન પહેરીને પાણીમાં તરી શકે છે. અહીં માછલીની ફિન પહેરીને ૪૫ મિનીટ સુધી સ્વિમિંગ સેશન શીખવામાં આવે છે. મસ્ત મ્યુઝિકના બેકગ્રાઉન્ડ સાથે આ માછલીની જેમ એક જ ફિન પટપટાવીને […]

Read more

ડાયાબિટીઝને લીધે ૧૦ મહિનાનો છોકરો થઇ ગયો છે ૨૮ કિલોનો

kidb

કોલિમા: મેક્સિકોમાં રહેતા લુઇસ ગોન્ઝાલિસ નામનો ૧૦ મહિનાનો છોકરો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે અને અત્યારે તેનું વજન ૨૮ કિલોનું છે. લુઇસ જન્મ્યો ત્યારે તેનું વજન ૩.૫ કિલોનું હતું. જો કે એ પછી બે જ મહિનામાં તેનું વજન ૧૦ કિલોએ પહોંચી ગયું. મેક્સિકોના કોલિમા નામના ગામમાં રહેતા લુઇસની મમ્મી ઇઝાબેલને શરૂઆતમાં લાગ્યું કે કદાચ તેનું દૂધ વધુ […]

Read more

કારનું ટાયર લઇને ડોક્ટર પાસે પહોંચી મહિલા, અંદર આમ ફસાયું હતું જાનવર

catb

સામાન્ય રીતે જોઇએ તો લોકો ડોક્ટરની પાસે પોતાની બિમારીનો ઇલાજ કરાવવા જતા હોય છે. પણ કોનેક્ટિક્ટના મિડિલ ટાઉનમાં રહેલા પેપર મેમોરિયલ વેટરનરી સેંટરમાં અચાનક એક પરિવાર કારનું ટાયર લઇને પહોંચી ગયો. પહેલાં તો ત્યાંના કર્મચારીઓ કંઇ સમજી શક્યા નહીં. જ્યારે તેઓએ ટાયરને ધ્યાનથી જોયું તો તેમાં એક જાનવર ફસાયેલું હતું. ટાયરની વચ્ચે ફસાઇ હતી ગરદન… અહીં રહેનારી એક ફેમિલિની ૪ […]

Read more

આ પાકિસ્તાની ટીનેજર ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી પાછળ ગરદન ઘુમાવી શકે છે

boy1b

ઘુવડ પાછળ જોવા માટે માત્ર ગરદન જ ફેરવે છે એમ પાકિસ્તાનના કરાચીમાં રહેતો ૧૪ વર્ષનો મુહમ્મદ સમીર નામનો ટીનેજર પણ ખભાને જરાય હલાવ્યા વિના ગરદનને ૧૮૦ ડિગ્રી ફેરવી શકે છે. ગરદની એકસ્ટ્રા-ઓર્ડિનરી ફ્લેકિસબિલિટીના બળે હોલીવુડની ફિલ્મમાં કામ કરવાનો મોકો જોઇએ છે. સમીરે ભણવાનું છોડી લીધું છે અને તે બોડીની ઇલેસ્ટિસિટી દર્શાવતા પર્ફોર્મન્સ આપીને કમાવા લાગ્યો છે. તસવીરોમાં તેનાં કરતબ અચરજભર્યાં […]

Read more
1 2 3 45