નવી રૂપાણી સરકારનું પ્રથમ બજેટ રજુ કરતા નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતના બજેટનું કદ ૧.૮૩ લાખ કરોડ:રૂા.૭૮૩.૦ર કરોડની પુરાંત

dd1

ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા નવા નાણાંકીય વર્ષનું બજેટ પેશ કરવામાં આવ્યું હતું જેનું કદ ૧,૮૩,૬૬૬ કરોડનું રાખવામાં આવ્યુ છે. બજેટ પ્રવચન શરૂ કરતા નાણાંપ્રધાને એવો દાવો કર્યો હતો કે જયની સવા છ કરોડની વસતીની ક્ષમતાએ સોળે કળાએ ખીલી ઉઠે તેનો રોડમેપ આ નવા વર્ષનું બજેટ છે જેમાં ‘સૌનો સાથ, સૌનો આવરી લેવામાં આવ્યુ છે અને સર્વાંગી વિકાસને […]

Read more

ગુજરાત બજેટ:ઉડતી નજરે

dd

– વેરાકીય આવકમા ૨૦.૯૨ ટકાનો વૃધ્ધિ – રાજયની ઉત્પાદન ક્ષમતામા ૧૩%ની વૃધ્ધિ – કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ – કુલ જોગવાઈ રૂ.૬૭૫૫ કરોડ – કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચવા પાક વીમા સહિત ૧૧૦૧ કરોડ – ખેડૂતોને ઝીરોટકા વ્યાજે પાક ધિરાણ માટે ૫૦૦ કરોડ – કૃષિ યાત્રીકીકરણ માટે ૨૯૫ કરોડ, કૃષિ વિકાસ માટે ૩૯૫ કરોડ – કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે ૭૦૨ કરોડ […]

Read more

કોઈ નવો કરબોજ નહિ: માત્ર દારૂ-બીયર મોંઘો

170503110747_1_900x600

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નિતીનભાઈ પટેલે પેશ કરેલા નવા નાણાકીય વર્ષના બજેટમાં શરાબ પરની આબકારી જકાત તથા તેના ટ્રાન્સપોર્ટેશન વગેરેના વધારો સુચવ્યો છે અને તેના આધારે નવા વર્ષમાં ૧૦૬.૩૨ કરોડની વધારાની આવક ઉભી થવાનું દર્શાવ્યુ છે. આમઆદમી પર કોઈ નવો કરબોજ ઝીંકવામાં આવ્યો નથી. કોઈપણ અન્ય સેવાઓ કે સ્ટેમ્પ ડયુટી જેવી કોઈ બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. વિધાનસભામાં નવા નાણાકીય વર્ષ […]

Read more

ઈમ્પેકટ પેડમેન:સાબરમતી જેલમાં બનશે સેનિટરી નેપકિન

તાજેતરમા જ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવી છે અને મહિલા કેદીઓ માટે સેનિટરી નેપકિન બનાવવા માટે જેલમાં જ એક યૂનિટ સ્થાપવાની વિચારણા કરી છે. સેનિટરી પેડનુ યુનિટ સ્થાપી જેલ તંત્રએ મહિલા કેદીઓને રોજગાર ઉપલબ્ધ કરાવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. આ પ્રોજેક્ટ માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલ પબ્લિકેશન હાઉસ નવજીવન અને અમદાવાદના કર્મા […]

Read more

‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે બજરંગદળના કાર્યકરો ત્રાટકયા રિવરફ્રન્ટ ખાતે યુવાન વર્ગની નાસભાગ મચી

t1

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે શહેરના રિવરફ્રન્ટ ઉપર બેઠેલા યુવકો અને યુવતિઓને બજરંગદળના કાર્યકરોએ વિરોધ દર્શાવી ભગાડ્યા હતાં જો કે, પોલીસે આ સંદર્ભે ૧૩ યુવાનોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના રિવરફ્રન્ટ ખાતે આજે સવારે ‘વેલેન્ટાઈન ડે’ હોવાથી યુવકો અને યુવતિઓ અલગ-અલગ સ્થળોેએ બેઠા હતાં. દરમ્યાનમાં અચાનકજ હાથમાં લાકડીઓ અને કેસરી ઝંડા સાથે કેટલાંક યુવાનો રિવરફ્રન્ટ ખાતે […]

Read more

બુલેટ ટ્રેન પ્રોજેકટની સ્પીડ પણ વધી: જૂનથી સિવિલ વર્ક શરૂ થશે

l2

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ જેવા બુલેટ ટ્રેન પ્રોજેકટ જે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડવાની છે તેના નિર્માણની સ્પીડ પણ હવે બુલેટ ગતિએ આગળ વધી રહી છે અને આ પ્રોજેકટ જે હાલ ડ્રાઈવ પર તે જૂન માસમાંજ શરૂ થાય તેવી ધારણા છે. આ પ્રોજેકટમાં સૌથી પડકાર રૂપ ૫૦૮ કીમી લાંબા અમદાવાદ-મુંબઈ રૂટનું સિવિલ વર્ક છે. મોટાભાગે આ પ્રોજેકટ એલીવેટેડ હશે તો અન્ડરગ્રાન્ડ […]

Read more

બેરોજગારોને ભથ્થું આપશે રાજ્ય સરકાર

fp1

રાજ્યમાં નજીકના ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે બેરોજગારીના મુદ્દે ભાજપને બેકફૂટ પર મોકલી દીધું હતું. રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી આંકને લઈને છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલું ભાજપ સવાલોના ઘેરમાં છે. ત્યારે નવી ભાજપ સરકારે રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુ. ૩૦૦૦થી રુ.૧૦૦૦૦ સુધીનું માસિક ભથ્થુ અથવા સ્ટાઇપેન્ડ આપવા ગંભીરતાથઈ વિચારી રહી છે. રાજ્ય સરકારના આ […]

Read more

ગુજરાતનું ગૌરવ એશિયન ગેમ્સમાં ડાંગની યુવતીએ જીત્યો ગોલ્ડમેડલ

ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેક્ધડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડળ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો […]

Read more

નોકરી અપાવવાનું તેમજ બદલી કરાવી આપવાનું કહી લાખોની કરી છેતરપીંડી

સરકારી અને બેંકની નોકરી અપાવવાનું જણાવી ઠગએ રૂા.૩,૯૫,૦૦૦ની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઈસનપુર વિસ્તારના અંબીકા ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત મામલતદારના પુત્ર અમીતકુમાર જશવંતલાલ રાવતે (ઉ.વ.૩૬) ઈસનપુર પોલીસ મથકમાં છેતરપીંડી બાબતે ભાવિક ગોવિંદભાઈ શાહ (રહે. માતૃ સાંનિધ્ય, ન્યુ મણિનગર) સામે ફરિયાદ નોંધાવી હતી. અમિતભાઈ તેમના સંબંધીના ત્યાં ૧૦ મહિના અગાઉ ભાવિક સાથે મુલાકાત થઈ […]

Read more

ગોંડલના ગોડાઉનમાં લાગેલી ભેદી આગ એ નિર્દોષ ખેડૂતોને પણ દઝાડ્યા! સૌરાષ્ટ્રના સેંકડો ખેડૂતોનાં નાફેડમાં રૂા.૫૩૬ કરોડ સલવાયા

સૌરાષ્ટ્રમાં વિવિધ સહકારી મંડળી મારફત ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીમાં થયેલ ગોલમાલ-કૌભાંડના કારણે નાફેડે મંડળીઓનાં પૈસા સ્થગિત કરી દેતા સૌરાષ્ટ્રના અનેક ખેડુતોને પૈસા ન મળ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ગુજરાતના સેંકડો ખેડૂતોએ કરોડોનું પ્રિમિયમ ચૂકવ્યા પછી પણ તેમને પાક વિમાનું કવચ મળ્યુ નથી. ગોંડલ, ગાંધીધામના ગોડાઉનમાં રૂ.૩૫ કરોડનો જથ્થો ભડકે બળ્યા પછી સરકારે શરૂ કરેલા ખરીદ કેન્દ્રો […]

Read more
1 2 3 335