90 ટકા લોકોને પોતાનું ભવિષ્ય જાણવામાં રસ નથી

a5

જયોતિષથી લઈને જાતજાતની પદ્ધતિઓદ્વારા લોકો ભાવિના ગર્ભમાં છુપાયેલાં રહસ્યોનો તાગ કાઢવા માટે સૈકાઓથી મથતા આવ્યાં છે. એટલે સામાન્ય રીતે આપણી છાપ એવી જ હોય કે મોટાભાગના લોકોને ભવિષ્ય જાણવામાં અનેરો રસ હોય છે. ભારતની ખબર નહીં, પરંતુ જર્મની અને સ્પેનના લોકોને તો ભવિષ્યમાં જરાય રસ નથી એવું જાણવા મળ્યું છે. જર્મનીની મેકસ પ્લાન્ક ઈન્સ્ટીટયુટ દ્વારા કરાયેલા બે અલગ-અલગ સ્ટડીમાં બહાર આવ્યું કે 85થી90 ટકા લોકોને ભવિષ્યમાં બનનારી ખાસ કરીને નેગેટીવ ઘટનાઓ વિશે જાણવામાં કોઈ જ રસ નથી. ઈવન કોઈ પોઝીટીવ ઘટના બનવાની હોય તોય 70 ટકા લોકો એને આવે ત્યારે જ માણવાનું વધારે પસંદ કરે છે. સ્ટડીમાં સામેલ બે હજાર લોકોમાંથી માત્ર 1 ટકા લોકોએ જ સોય ઝાટકીને કબુલ્યુ કે હા, તમને ભવિષ્યની પેલે પાર શું છુપાયેલું છે એ જાણવામાં રસ છે. આવનારા સમયમાં આકાર લેનારાં જીવન-મૃત્યુ, લગ્ન-છૂટાછેડા જેવી અત્યંત ગંભીર બાબતોથી લઈને ફુટબોલની મેચનાં રિઝલ્ટ કે ક્રિસમસમાં મળનારી પ્રેઝન્ટ જેવી હળવી બાબતો પણ લોકોએ ભવિષ્ય પર જ છોડી દેવાનું વધુ મુનાસીબ માન્યું હતું. સ્ટડી કરનારા નિષ્ણાંતોનું કહેવું છે કે લોકો સસ્પેન્સની મજા માણવાનું વધુ પ્રિફર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *