દેવગઢબારિયા તાુલકાની ચોંકાવનારી ઘટના ભૂતપગલાં ગામની બે સગીર બહેનોનું અપહરણ કરી સામુહિક બળાત્કાર ગુજાર્યો

પોલિસમાં કોઈ ગુના સબબ નામ આપવાના મુદ્દે ફાંગીયા ગામના ૧૩ જેટલા ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરું રચી દે.બારીયા તાલુકાના ભૂતપગલાં ગામના ૫૨ વર્ષીય પ્રૌઢ અને તેની બે સગીર દીકરીઓનું ભૂતપગલાથી માંડવ જવાના રસ્તા પરથી અપહરણ કરી મારી મારી ઈજાઓ કરી મારી નાંખવાની ધાકધમકીઓ આપી બંને સગીર છોકરીઓ પર સામુહિક બળાત્કાર ગુજાર્યોની બનેલ ઘટનાએ દે.બારીયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભૂતપગલા ગામમાં રહેતા પ્રૌઢ તથા તેની ૧૫ તથા ૧૩ વર્ષીય બે સગીર દીકરીઓ ગત રોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે ભૂત પગલા ગામથી માંડવ જતા હતા તે વખતે દે.બારીયા તાલુકાના ફાંગીયા ગામના કુમતભાઈ ફતેસીંગ બારીયા, ગોપસીંગ સબુરભાઈબારીયા તથા બીજા ૧૧ જેટલા ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરું રચી, દામાવાવ પોલિસ સ્ટેશનમાં પકડાયેલ વ્યકિતએ મારું નામ આપેલ છે જે કઢાવી નાંખો, નહીં તો તમને જાનથી મારી નાંખીશું. તેવી ધામ ધમકીઓ આપી બાપ-દીકરીઓનું અપહરણ કરી ભૂતપગલાંથી માંડવ ગામ સુધી રસ્તામાં એક કલાક જેટલા સમયગાળામાં ૧૫ વર્ષીય સગીરા ઉપર કુમતભાઈ ફતેસીંગ બારીયા તથા બીજા ત્રણ માણસોએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે ૧૩ વર્ષીય સગીરા પર બીજા બે માણસોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ બંને સગીર બહેનોના પિતાએ દે.બારીયા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ફાંગીયા ગામના ૧૩ જેટલા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યો છે.
દેવગઢબારિયાના પીએસઆઈ રાવલના જણાવ્યા અનુસાર અપહરણમાં મહેન્દ્રા મેકસ ગાડીનો ઉપયોગ થયો હતો. તેમજ આ તમામે અલગ-અલગ જગ્યાાએ ઉભી રાખી બંને સગીરાઓના પિતાની હાજરીમાં દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *