‘પદ્માવત રીલીઝ કરવા અંગેની અરજી પર ૭મીએ સુનાવણી

પદ્માવત ફિલ્મના ભારે વિરોધ અને દેશભરમાં મચેલા ઉહાપોહ બાદ હવે ગુજરાતમાં વિધિવત્ રીતે આ ફિલ્મ ગુજરાત રાજયમાં રિલીઝ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ અરજીની સુનાવણી હવે તા.૭મી ફેબ્રુઆરી પર ટળી ગઇ છે. ફિલ્મ રિલીઝના તમામ હક્કો ધરાવતી વાયકોમ કંપની દ્વારા કરાયેલી આ રિટ અરજીમાં ખુદ અરજદારપક્ષ દ્વારા સમયની માંગણી કરી મુદત માંગવામાં આવતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૭મી […]

Read more

‘સૌનો સાથ સૌનો વિકાસ પાર પાડવા દેશના અર્થતંત્રને મજબૂત કરનારૂ સર્વસ્પર્શી બજેટ:રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણાં મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા ર૦૧૮-૧૯ના બજેટને ‘સૌનો સાથ સૌનો વિકાસ નેમ પાર પાડનારૂં લોકરંજક સર્વસ્પર્શી બજેટ ગણાવ્યું છે. વિજય રૂપાણીએ બજેટ પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે કહ્યું કે, આ અંદાજપત્ર ભારતીય અર્થતંત્રને મજબૂત કરનારૂં તેમજ કિસાન-ખેડુત-ખેતી-ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરનારૂં અને લઘુ ઊદ્યોગોને પ્રોત્સાહિત કરનારૂં છે. વિજય રૂપાણીએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઇ જેવા […]

Read more

બાવળા ખાતેની સોસાયટીનો ચકચારી બનાવ ફોટો વાયરલ કરવા ધમકીથી ડરી સગીરાએ આપઘાત કર્યો

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરાનો તેના મિત્ર સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની અન્ય બે સગીરો દ્વારા અપાયેલી ધમકીને પગલે ડરી ગયેલી સગીરાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, બાવળા પોલીસે આત્મહત્યા પહેલા સગીરાએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી […]

Read more

બ્લેક મની પ્રકરણમાં સુરતના જીગ્નેશ ભજીયાવાલાના જામીન થયા મંજૂર

નોટબંધીના સમયગાળા દરમ્યાન કરોડો રૂપિયાના બ્લેકમનીને વ્હાઇટ કરવાના રાજયભરમાં ખળભળાટ મચાવવાના કૌભાંડમાં સુરતના જીગ્ન્ોશ ભજીયાવાલાને આખરે ગુજરાત હાઇકોર્ટે આજે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આ આદેશને પગલે જીગ્ન્ોશ ભજીયાવાલાને ઘણી રાહત મળી છે. ચકચારભર્યા એવા આ કેસમં અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.એચ.શુકલએ ગત તા.૧ર-૬-ર૦૧૭ના રોજ આરોપી જીગ્ન્ોશ ભજીયાવાલાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી, ત્યારબાદ […]

Read more

કચ્છમાં ટ્રેન ઉથલાવવાનું વધુ એક કાવતરૂં સદ્ભાગ્યે નિષ્ફળ

કચ્છમાં ટ્રેન ઉથલાવવાનું વધુ એક ષડયંત્ર સદભાગ્યે નિષ્ફળ રહ્યું છે. સમયસર ધ્યાન ન ગયું હોત તો જાનહાની થાત, કેમ કે અંજાર તાલુકાના ભીમાસરથી ગાંધીધામ વચ્ચે રેલવે પાટામાંથી ૧૦૦ મીટર સુધી કોઇ ભાંગફોડિયાં તત્ત્વોએ ૭૦થી ૮૦ જેટલી પેન્ડલ ક્લિપ કાઢી નાખી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, ભીમાસરથી ગાંધીધામ વચ્ચે કિ.મી. નં. […]

Read more

રાજકોટને રીવરફ્રન્ટની સુવિધા મળશે:મુખ્યમંત્રી

રાજકોટમાં આજી ડેમ-૧ અને રનો બેડીગામ પાસેથી પસાર થતો ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કી.મી.નો વિસ્તાર રાજકોટ કોર્પોરેશનને રિવરફ્રન્ટ બનાવવા માટે સોંપણી કરવાના નિર્દેશ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાને રિવરફ્રન્ટની ભેટ મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બંને આજી ડેમના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતાં ૧૫૦ ફૂટના ૧૧ કિ.મી.ના વિસ્તારમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે […]

Read more

મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ

ગોંડલમાં રામરાજય મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના રાજય સરકારે આજે તપાસના આદેશ આપ્યા છે. અને આગની ઘટનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઈમને સોંપવાનો આજે નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો. શંકાસ્પદ આગને લઇ કલેકટરે પણ ફેરેસીંગ તપાસના આદેશ આપ્યા હતા. તે ઉપરાંત ઘટના સ્થળે એફએસએલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મગફળીના ગોડાઉનમાં આગ લગાડવામાં આવી હોવાનું પુરાવા પણ મળતા […]

Read more

ભાજપે માત્ર દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ સુપ્રીમે ખુલી કરી દીધી:કોંગ્રેસ

નિવૃત અને મળતીયા અધિકારીઓને ફી નિયમન કમીટીમાં ગોઠવીને ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ આજ રોજ સુપ્રિમ કોર્ટે ખુલી કરી દીધી છે. ત્યારે ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓને વ્યાજબી ફી માં શિક્ષણ મળે તે માટે સરકારી – ગ્રાન્ટેડ શાળા-કોલેજોની સ્થાપના કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણનું પવિત્ર કાર્ય કરતી […]

Read more

દેશની પ્રથમ વડોદરા રેલ્વે યુનિ.માં નવા બે કોર્ષની મંજુરી:હાઇસ્પીડ ટ્રેન માટે છાત્રોને તાલીમ:ચાલુ વર્ષથી શરૂ

કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯માં રેલ્વે માટે અનેક નવી યોજનાઓ સામેલ કરી છે. ખાસ કરીને દેશની એક માત્ર વડોદરાની રેલ્વે યુનિ.માં બે નવા કોર્ષ શરૂ કરવાની મંજુરી આપી છે. જેમાં હાઇસ્પીડ ટ્રેન ચલાવવા માટે છાત્રોને ટ્રેનીંગ આપવાનો સમાવેશ થયો છે. કેન્દ્રીય બજેટમાં સરકારે રેલ્વે માટે ૧.૪૮ લાખ કરોડની ફાળવણી કરી છે. ગુજરાતમાં નવી રેલ્વે લાઇન ૧૧.૨ કિ.મી. બનાવવામાં આવશે. જયારે […]

Read more

સરકાર નવેસરથી કમિટી બનાવશે:શિક્ષણમંત્રી

l1

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત સરકાર અને વાલીઓનો વિજય છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજય સરકાર દ્વારા નવેસરથી કમીટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના બે નિવૃત જજના વડપણ હેઠળ કમીટીની રચના કરવામાં આવશે અને આ કમીટી ફીના ધારાધોરણ પણ નક્કી કરશે એટલુ જ નહી આ કમીટીમાં વાલીમંડળનો પણ સમાવેશ કરવામાં […]

Read more
1 2