નારોલ વિસ્તારની ઘટનામાં યુવાને કરી કબૂલાત દેવું વધી જતા રોકડ ભરેલી બેગની લૂંટ થઈ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો

શહેરના નારોલ વિસ્તારમાં પોલીસ કંટ્રોલ રૂમને લૂંટ થઈ હોવાનો મેસેજ કરનારા યુવાનની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને દેવું વધી જતા ખોટો મેસેજ કર્યો હોવાનું કબુલ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નારોલ પોલીસ મથકમાં નિતેષભાઈ ડાઘા (ઉ.વ.૨૫, રહે. અભીલાષા એપાર્ટમેન્ટ, સેટેલાઈટ)એ તેમની સરખેજ, ધોળકા રોડ પરની અશોક પ્લાય એન્ડ લેમીનેટ નામની પેઢીમાં ઉઘરાણી કારકુન તરીકે નોકરી કરતા સિધ્ધાર્થ પારીક […]

Read more

અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે:હાર્દિક

l2

ધોળકાના ત્રાસદ ગામે યોજાયેલી જાહેરસભામાં હાર્દિક્ પટેલે ભાજપ સરકાર ઉપર આકરાપ્રહારો કર્યા હતાં. હાર્દિકે જણાવ્યું હતું કે, હજુ સુધી પાટીદારો ઉપરના કેસો પાછા ખેંચાયા નથી. પાટીદારો અત્યાચાર કરનારને પાડી દેવાના છે. ત્રાસદ ગામે મળેલી જાહેરસભામાં હાર્દિકને ફુલહાર માળા પહેરાવી તલવાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતાં. હાર્દિકે ભાજપ સરકાર સામે આક્ષેપો […]

Read more

બે બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Gujratlogo-300x194

આગામી વિધાનસભાની ચૂંટણીમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના બે ઉમેદવારોએ એક જ બેઠક ઉપર ઉમેદવારીપત્ર ભર્યાની ઘટના સામે આવી છે. કામરેજમાં અશોક જીરાવાલાએ અને મેન્ડેટ ન હોવા છતાં નિલેષ કુંભાણીએ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી પત્રો ભર્યા હતાં. તેવી જ રીતે બોટાદમાં કોંગ્રેસના મનહર પટેલ અને ડીએમ પટેલે ઉમેદવારી પત્રો ભર્યા હતાં ત્યાં કોંગ્રેસે ઉમેદવારો બદલ્યા હતાં. ચોટીલાના ધારાસભ્ય […]

Read more

વડાપ્રધાન તા.૨૭થી ચૂંટણી પ્રચાર અર્થે ચાર દિવસનો ગુજરાતનો પ્રવાસ ખેડશે

l1

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચાર દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે તેઓ રાજ્યભરમાં ચૂંટણીઓ સંબોધનાર છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આગામી તા.૯ અને તા.૧૪ના રોજ બે તબક્કામાં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭, ૨૯, નવેમ્બર અને તા.૩ અને ૪ના રોજ રાજ્યના પ્રવાસે આવશે તેઓ ચૂંટણીસભાઓ સંબોધશે તેમજ રોડ શોનું પણ આયોજન કયુર્ં છે. જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાન […]

Read more

નાઈજીરિયામાં મસ્જિદ પર આત્મઘાતી હુમલો : ૫૦નાં મોત

9177908-3x2-700x467

નાઈજીરિયાની એક મસ્જિદમાં આજે થયેલા આત્મઘાતી હુમલામાં ૫૦ લોકોનાં મોત થયાના અહેવાલ મળે છે. નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ સ્થિત અડમાવા વિસ્તારની એક મસ્જિદમાં હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો છે. પોલીસ પ્રવક્તા ઓથમાન અબુબકરના જણાવ્યા અનુસાર, હુમલાખોરે નમાજ પઢી રહેલા લોકોની વચ્ચે જઈને પોતાને ઉડાવી દીધો.મુબી કાઉન્સિલના ચેરપર્સનલ અહેમદ મૂસાએ જણાવ્યું કે, આ હુમલામાં મૃતકોની સંખ્યા ૫૦ થઈ ગઈ છે અને ડઝન લોકો […]

Read more

આઇસીજેમાં દલવીર ભંડારી ફરીવાર જજ તરીકે ચુંટાયા

netherlands-ukraine-un-unrest_5ab88c9a-cdb4-11e7-a40e-766ee48c25bf

ભારતના દલવીર ભંડારીને નીધરલેન્ડના હેગ ખાતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ફરીથી જજ તરીકે ચુંટી કાઢવામાં આવ્યા છે ન્યાયમૂર્તિ દલવીર ભંડારને જનરલ એસેમ્બલીમાં ૧૮૩ મળ્યા જયારે સુરક્ષા પરિષદમાં ન્યાયમૂર્તિ ભંડારીને તમામ ૧૫ મત મળ્યા ભંડારીનો મુકાબલો બ્રિટનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડથી હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટેને પોતાના ઉમેદવારને ચુંટણીથી હટાવી દીધા ન્યાયમૂર્તિ ભંડારીની જીત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરતા લખ્યું વંદે […]

Read more

હંદવાડામાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

Army jawans in action at the site of encounter in Wadarbala Forest area of Rajwara in Handwara on Tuesday PHOTO BY AABID NABI

જમ્મુ કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં લશ્કર એ  તોઇબાના ત્રણ સભ્યો ઠાર મરાયા હતાં પોલીસે આ અંગેની  માહિતી આપી હતી પોલીસના જણાવ્યા અનુસાર  આતંકવાદીઓની  હાજરી હોવાની માહીતી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જીલ્લાના હંદવાડા વિસ્તારના મગમમાં તલાશી અભિયાન શરૂ  કર્યું હતું.તેમણે કહ્યું કે આતંકવાદી સગંઠન લશ્કરના ત્રણેય આતંકી  ઠાર મરાયા હતાં આ અથડામણ બાદ […]

Read more

ખતરાની આશંકાને લઈને ઈવાન્કા ટ્રમ્પનું શેડ્યુલ ગુપ્ત રાખવા માટે યુએસની ભારતને ભલામણ

ivanka-trump-hot-20

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. યુએસ ઓફિસરોએ ઈવાન્કાની પહેલી એશિયાઈ મુલાકાતને જોખમી ગણાવી છે. અમેરિકાની સરકારે કહ્યું છે કે, આ વિઝિટનું શેડ્યુએલ સિક્રેટ રાખવામાં આવવું જોઈએ. ઈવાંકા ર૮, નવેમ્બરે હૈદરાબાદમાં ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટના ઈનોગ્રેશન સેશનમાં અમેરિકાના ડેલિગેશનની આગેવાની કરશે. ત્યાર પછી ફલગનુમા હોટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમુક […]

Read more

સત્રની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે શિયાળુ સત્ર ડિસેમ્બરમાં બોલાવાશે : અનંતકુમાર

aa

સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે આજે કોંગ્રેસના એવા આક્ષેપોને ફગાવી દીધા હતા કે, શિયાળુ સત્ર બોલાવવાને લઇને બિનજરૂરી વિલંબ કરવામાં આવી રહૃાો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ડિસેમ્બર મહિનામાં સંસદનું શિયાળુ સત્ર બોલાવશે અને આની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. અનંતકુમારે કહ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વેષભાવથી પીડિત છે. કોંગ્રેસના નેતૃત્વમાં અગાઉના શાસનકાળ દરમિયાન આ પ્રકારની સ્થિતિ હતી. ડિસેમ્બર […]

Read more

મોદી સરકાર કાયદો બનાવવા માટે સક્રિય ‘ત્રિપલ તલાક પર બ્રેક માટે શિયાળુ સત્રમાં ખાસ બિલ લાવવાની તૈયારી

Indian_Parliament

એક સાથે ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા માટે કેન્દ્ર સરકાર હવે કાયદો બનાવવા પર વિચારણા કરી રહી છે. ટીવી રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર શિયાળુ સત્રમાં ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા માટે બિલ રજૂ કરી શકે છે. થોડાક સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે એક સાથે ત્રણ તલાક પર પ્રતિબંધ મુકીને સરકારને કાયદો બનાવવા […]

Read more
1 2