નોઇડામાં ભાજપના નેતાની ધોળા દિવસે ગોળી મારી હત્યા

greater-noida-bjp-647_111617063240

ગુરૂવારે બપોરે ભાજપના નેતા શિવકુમાર યાદવ અનેતેના બોડીગાર્ડને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બાઈક પર સવાર બે અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભાજપના નેતા સહિત તેનો બોડીગાર્ડ માર્યો ગયો છે. ઘટના બિસરખ પોલીસ સ્ટેશનની છે. જ્યાં ભાજપ નેતા શિવકુમાર યાદવ પોતાના અંગત ગાર્ડ સાથે પોતાની માલિકીની શાળાએથી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન જ કેટલાકં હથિયારધારીએાએ હુમલો કરતાં […]

Read more

એન્ટી પ્રોફિટિયિંરગ સત્તાની રચનાને અંતે લીલીઝંડી મળી

gst

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સ્લેબમાં મોટા ફેરફાર માટે સરકાર ર૦૦થી વધુ વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડી ચુકી છે. લોકોને આ તમામ ચીજવસ્તુઓને સીધો ફાયદો મળે તેના માટે કેબિનેટે જીએસટી હેઠળ નફાખોરી અટકાયત સત્તા (એન્ટી પ્રોફિટિયિંરગ ઓથોરિટી)ની રચના કરી દીધી છે. તેની રચનાને કેબિનેટે આજે મંજુરી આપી હતી. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આજે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું […]

Read more

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સબસિડીનો વ્યાપ વધારાયો ૧૫૦ ચો.મી. એરીયાનું ઘર ખરીદવા વ્યાજમાં સબસિડીનો લાભ અપાશે

jan-awas (1)

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે સામાન્ય માણસને લાભ થાય તે હેતુથી કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. કેબિનેટના મહત્વના નિર્ણયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદનારને મળતી વ્યાજ દરની સબસિડીનો વધુ લોકોને લાભ મળે તે માટે વ્યાપ વધારવામાં આવ્યો છે. તે અનુસાર ૧૫૦ ચોરસ મીટર કાર્પેટ એરીયાનું ઘર ખરીદવા પર પણ વ્યાજની સબસિડીનો લાભ મળશે. તે ઉપરાંત જીએસટીમાં પણ […]

Read more

જમ્મુ કાશ્મીરમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન સેનાને મળી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓ ઝડપાયા

16-9

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેના અને સ્થાનિક પોલીસના સંયુકત અભિયાન ઓપરેશન હલનકુંડ અંતર્ગત કુલગામ સહિતનાં રાજ્યના ંઅન્ય વિસ્તારોમાંથી ત્રણ આતંકવાદીઓને જીવતા પકડ્યા હતાં. જેમાંથી એક આતંકવાદી ઈજાગ્રસ્ત થયો છે. ભારતીય સેનાને મળેલી આ મોટી સફળતા પછી સેનાએ જણાવ્યું છે કે, જ્યાં સુધી અમને જરૂર લાગશે ત્યાં સુધી આ અભિયાન ચાલું રહેશે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી મુનીર ખાને […]

Read more

ભણસાલીનો શિરચ્છેદ કરી લાવનારને પાંચ કરોડનું ઇનામ

Padmavati-89

ભણસાલીની ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. અને હવે તો આ વિવાદ ત્યાં સુધી વકર્યો છે કે, ભણસાલીનું માથુ કાપી લાવનારને ૫ કરોડના ઈનામની જાહેરાત રાજપૂત નેતા દ્વારા કરવામાં આવી છે. સંજયલીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રાજસ્થાન અને ગુજરાત બાદ આ ફિલ્મનો વિવાદ યુપી સુધી પહોંચ્યો છે. મેરઠના […]

Read more

રાજસ્થાન કરણી સેનાની ધમકી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો દીપિકાનું નાક કાપી નાખશુ

onscreen-padmavati-deepika-padukone-throws-impromptu-party-0001

સંજય લીલા ભણસાલીની ફીલ્મ પદ્માવતીનો વિવાદ વધતો જાય છે. ગુજરાત, રાજસ્થાન બાદ આ ફીલ્મ શા માટે ઉતરપ્રદેશમાં પણ વિરોધ થયો છે તો બીજી તરફ ફીલ્મના વિરોધ કરી રહેલ કરણી સેનાએ ધમકી આપી છે કે જો ફીલ્મને તા.૧ ડીસેમ્બરે રીલીઝ થવા દેવામાં આવશે તો અમો ફીલ્મી અભિનેત્રી દીપિકા પાદુકોણેનું નાક કાપી નાંખશું. આ ફીલ્મને પ્રદર્શિત ન થવા દેવા ઉતરપ્રદેશના ગૃહમંત્રાલયે પણ […]

Read more

ઐતિહાસિક કથાનકની ફિલ્મને લઇને વિરોધ અને વિવાદ ‘પદ્માવતી વિવાદમાં દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો સાફ ઇન્કાર

Padmavati

સંજય લીલાભણશાલીની પદ્માવતી ફિલ્મને લઇને વિવાદ સતત વધી રહૃાો છે. સતત વધતા વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે આ મામલામાં હાલ દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્યોનો છે. એકંદરે પરોક્ષરીતે સરકારનું કહેવું છે કે, જ્યાં સ્થિતિ સામાન્ય છે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફિલ્મને રજૂ કરી શકાય છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે […]

Read more

રાજસ્થાનની ૫% ગુર્જર અનામત સુપ્રીમે રદ કરી તો કેરાલા સરકારે નવી ૧૦% અનામત આપી

Supreme-Courta

સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામત ન મળી શકે તેવો આદેશ કર્યો છે. રાજસ્થાન સરકારે ગુર્જરો માટે પાંચ ટકા અનામતની જાહેરાત કરી હતી, પરંતુ આમ કરવાથી મહતમ ૫૦ ટકા અનામતના સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાઈકોર્ટ જયાં સુધી નિર્ણય ન લે ત્યાં સુધી ગુર્જરોને અનામતનો અમલ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે ૧૩મીએ આ […]

Read more

બીગ-બીની કારને અકસ્માત: સુપર સ્ટારનો બાલ-બાલ બચાવ..

amitabh-car-wheel-1_15108

સરકારના આમંત્રણને માન આપીને ૨૩માં કલકતા ઈન્ટરનેશનલ ફીલ્મ ફેસ્ટીવલમાં ઉદઘાટન કરવા માટે નીકળેલા અમિતાભ બચ્ચનની કારના પૈડા છુટ્ટા પડી ગયા હોય તેમને અકસ્માત નડયો હતો. જેમાં ચમત્કારીક રીતે તેમનો બચાવ થયો હતો.મહાનાયકની કારને કલકતા એરપોર્ટથી નીકળતી વખતે અકસ્માત નડયો હતો. પશ્ર્ચિમ બંગાળ સરકારે એક ખાનગી ટ્રાવેલ્સ એજન્સી દ્વારા તેમને મર્સીડીઝ કાર ફાળવી હતી. જેના પૈડા છુટા પડી ગયા, એવું ગઈકાલે […]

Read more