જન્મદિવસ પૂર પીડિતોને સમર્પિત કરતા મુખ્યમંત્રી

l4

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ અભિગમ દાખવી પોતાનો જન્મદિવસ પૂર આપત્તિગ્રસ્તોને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠાના નાગરિકો ઉપર આવી પડેલી વરસાદી આફતની આ વેળાએ પ્રજાના પ્રતિનિધિ તરીકે રૂપાણી સ્વયં પ્રજાની પડખે ઉભા રહ્યા છે. મુખ્યમંત્રી આવતીકાલે ૨ ઓગષ્ટે તેમનો જન્મદિવસ પણ સરહદી વિસ્તારના અતિવરસાદ અસરગ્રસ્ત ગામોમાં પ્રભાવિત ગ્રામજનો વચ્ચે વિતાવશે. તેઓ વરસાદથી અસરગ્રસ્ત અને પાકિસ્તાન સરહદે અડીને આવેલા સૂઈ ગામ […]

Read more

ઇરફાને વિશાલને મુંબઈ બોલાવી મહિનાથી હોટલમાં રાખ્યો હતો

l7

ગુજરાતના દરિયામાંથી મળેલા ૪૨૦૦ કરોડના ડ્રગ્સ મામલે એટીએસની ટીમે મુંબઈથી ત્રણની અટકાયત કરી નારકોટીકસ કંટ્રોલ બ્યુરોને સોંપ્યાહતાં. આ કરોડોના ડ્રગ્સની હેરાફેરીમાં મુંબઈનો ઈરફાન મહત્વનો ભાગ ભજવનાર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ, એટીએસ, પોલીસ અને કસ્ટમની ટીમે સેટેલાઈટ ફોનના સિગ્નલના આધારે તપાસ કરી પનામા ખાતે નોંધાયેલા અને અલંગ ખાતે સ્ક્રેપ કરવા માટે આવી રહેલા […]

Read more

રાહુલ ગાંધી પૂરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે

l3

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૪ના રોજ ગુજરાત આવશે અને પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાત લઈ સાંજે પરત ફરનાર છે. જો કે પ્રદેશ નેતાગીરીને હજુ કોઈ વિધિવત સૂચના નથી. સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૪ના રોજ ગુજરાત આવશે અને બપોરે બનાસકાંઠાના પુરગ્રસ્ત ધાનેરાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ બપોરે ૨.૪૫ વાગ્યે થરા જશે અને ત્યાંથી ૩.૨૦ વાગે સાંતલપુર જશે. […]

Read more

કોંગ્રેસના ધારાસભ્યો તા.૬ના ગુજરાત પરત આવશે

હાલ બેંગ્લોર રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તા.૬ ઓગષ્ટના સાંજે ગુજરાત પરત લવાશે અને પછી વધું એક વખત આ ધારાસભ્યોને તા.૮ના સવાર સુધી રાજયમાં જ કોઈ એવા સ્થળે રખાશે જયાં ભાજપનો ‘પંજા’ પહોચી શકે નહી. પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ તા.૪ના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આ ધારાસભ્યોને લેવા બેંગ્લોર જશે. તા.૬ સુધી તેઓ ધારાસભ્યો સાથે જ રોકાશે. બાદમાં તેઓ તા.૬ના રાત્રીના અમદાવાદ […]

Read more

કુદરતી ત્રાસદીની આ વેળાએ અસરગ્રસ્તો વચ્ચે રહેવું તે પવિત્ર ફરજ છે:રૂપાણીનો મત

m3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસક્ાંઠા જિલ્લામાં રાહત કાર્યો અંગેના માર્ગદર્શન માટેના તેમના પાંચ દિવસીય રોકાણના ત્રીજા દિવસે આજે લાખણી તાલુકાના કુડા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. રૂપાણી અસરગ્રસ્ત ગ્રામજનો વચ્ચે આજે સવારે પહોંચ્યા હતાં અને તેમની પાસેથી બચાવ રાહતકામો અને સહાયની વિગત મેળવી હતી.તેમણે ગ્રામજનો સાથે સંવેદનશીલ સંવાદ કરતા કહ્યું કે, લોકોના સુખે સુખી અને […]

Read more

પત્નીની ‘બ્યુટી’ માટે પતિ બન્યો સાડી ચોર !

boys

બિલાસપુર: પત્નીના પ્રેમને ખાતર તમે સાડીઓ ચોરી શકો ? જો જવાબ નામાં હોય તો છત્તીસગઢના બિલાસપુરથી આવેલા આ સમાચાર પર નજર ફેરવો. ત્યાંની પ્રમીલા ગુપ્તા નામની ર૬ વર્ષની સ્ત્રી ત્યાં દર વર્ષે ચોમાસામાં યોજાતી સાવન સુંદરી નામની બ્યુટી-કોન્ટેસ્ટમાં ભાગ લેવા જઇ રહી હતી. જો કે તેનો પતિ શ્રીકાંત ગુપ્તા એક સરકારી સ્કુલમાં શિક્ષકની નોકરી કરતો હતો અને પત્ની માટે કોન્ટેસ્ટમાં […]

Read more

મન મોર બની પ્રયાસ કરે !

train

ન્યુયોર્ક: ગયા અઠવાડિયે ટ્વિટર પર અપલોડ થયેલો એક ફોટોગ્રાફ જબરદસ્ત વાઇરલ થયેલો. મેથ્યુ ચાયેસ નામના એક ટ્વિટર યુઝરે પોસ્ટ કરેલા એ ફોટોગ્રાફમાં ન્યુયોર્ક સીટી સબવે ટ્રેનમાં એક યુવાન પોતાની સાથે હાથમાં આખેઆખો મોર લઇને ઊભા-ઊભા મુસાફરી કરતો દેખાતો હતો. રસપ્રદ વાત એ હતી કે તેની સાથે પ્રવાસ કરી રહેલા લોકોને આવી વિચિત્ર હરકતનું લેશમાત્ર કુતૂહલ નહોતું. તરત જ સોશ્યલ મીડિયામાં […]

Read more

ઉ.પ્ર.માં માનવધર્મની અતૂલિત મિશાલ

family

ભારતમાં ઓર્ગન-ફેલ્યરથી પીડાતા લાખો લોકો જેન્યુઇન ઓર્ગનની સપ્લાયની તંગીથી પીડાય છે. એમાંય ઘણીવાર ડર, ધાર્મિક માન્યતા વગેરે પણ ઓર્ગન ડોનેશનને આડે બાધારૂપ બને છે ત્યારે ઉત્તરપ્રદેશમાં બનેલો કિસ્સો સૌથી આંખ ઉઘાડી દે એવો છે. બરેલીમાં રહેતી ૪૯ વર્ષની સરોજ નામની સ્ત્રી મેરઠની એક હોસ્પિટલમાં ગઇ હતી, જ્યાં તેના કિડની-ફેલ્યરથી પીડાતા પતિ કરનલાલનો ઇલાજ ચાલી રહ્યો હતો. એ જ હોસ્પિટલમાં અમરોહા […]

Read more

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બાદ સપ્ટેમ્બરમાં જાપાનના વડાપ્રધાન સાથે મોદી રિવરફ્રન્ટ ડિનર ડિપ્લોમસી કરશે

japan

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સપ્ટે.માં ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધો વધારવા આ મુલાકાત ઘણી મહત્વની બનશે. ચીનના પ્રેસીડેન્ટ જિંનપિંગ સાથે નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર કરેલી ડિનરની જેમ જ રિવરફ્રન્ટ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે ડિનર ડિપ્લોમસી થશે. ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંગ તાજેતરમાં જ જાપાનની મુલાકાતે જઈને આવ્યા છે. તેમની સાથે […]

Read more

શાહીદ ખાકન અબ્બાસી પાકના વડાપ્રધાન ચુંટાયા

Pakistan's former Petroleum Minister Shahid Khaqan Abbasi poses for a photo during an interview with Reuters in Jhang, Pakistan July 7, 2017. REUTERS/Drazen Jorgic/Files

પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના ઉમેદવાર શાહીદ ખાકન અબ્બાસી પાકિસ્તાનના ૧૮માં વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પનામાં પેપર્સમાં નવાઝ શરીફને પાક સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા દોષી ઠેરવ્યા હોવાથીતેમણે પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેને પગલે નવાઝ શરીફ કેબિનેટમાં ઓઈલ મંત્રી રહી ચુકેલા શાહીદ ખાકન અબ્બાસી વડાપ્રધાન પદે ચૂંટાઈ આવ્યા હતાં. પાક રાષ્ટ્રપતિ મકનૂન હુસૈને બોલાવેલા સંસદના વિશેષ સત્રમાં પીએમએલ-એનના સાંસદોએ […]

Read more
1 2