અંકલેશ્વરના અંદાડા ગામના ગૂમ થયેલા સરપંચની હત્યા

અંકલેશ્વરના અંદાડા ગામના આઠ દિવસથી ગૂમ યુવા સરપંચનો અમરતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યામાં સંડોવાયેલા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામના યુવા સરપંચ સતીષ વસાવા તા.૧ર એપ્રિલે ઘરેથી મંદિરે જવાનું કહી ગયા બાદ ગૂમ થયા હતા. આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર […]

Read more

બ્રાઝિલ ખાતે ગીર ગાય ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયા હાલ આર્જેન્ટીના અને બ્રાઝિલના પ્રવાસે છે. આ દરમ્યાન તેમણે બ્રાઝિલના સાઓ પાઓલો નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ગીર ગાયના બ્રિડીંગ ફાર્મની મુલાકાત લીધેલ હતી. આ ફાર્મ પર ગીર ગાયની હાઇ જીનેટીકલ ગુણવત્તાને ધ્યાને લઇ ક્રોસ બિડીંગ કરીને ગીરઓલેન્ડો જાતિની ગાય વિકસાવવામાં આવેલ છે. આ ગીરઓલેન્ડો ગાય દૈનિક ૪૦થી ૫૦ લીટર […]

Read more

સંતરામપુરમાં છેલ્લા ૩ માસથી મામલતદારની જગ્યા ખાલી

સંતરામપુર મામલતદાર કચેરીમાં મામલતદારની જગ્યા ૩ માસથી ખાલી રહેતાં વિકાસકામો અટવાયા છે. સંતરામપુર મામલતદાર કચેરીમાં ડિસેમ્બર અંતે મામલતદારની બદલી થઈ હતી. ત્યાર પછી ૩ માસ  વિતવા છતાંય હજુ સુધી મામલતદારની જગ્યા ભરાઈ જ નથી. મામલતદાર ના હોવાના કારણે વહીવટીતંત્ર ખોરવાયું અને કેટલીક અગત્યની કામગીરી સ્થગિત જોવા મળેલ છે. જ્યારે અરજદારો જાતિના ઉન્નત વર્ગના એવા દાખલા કાઢવા માટે મામલતદાર ના હોવાના […]

Read more

આજથી ત્રણ દિવસીય કલા પ્રદર્શન યોજાશે

રૂટ ઓફ આર્ટ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, ચિત્રકલા, શિલ્પ કલા અને ફોટોગ્રાફીનો સમાવેશ થયેલ છે. ચિત્રકારો આશિષ કટારિયા અને ડો. હેમંત પંડ્યા, શિલ્પકારો હિના પટેલ અને કમલ મિસ્ત્રી ફોટોગ્રાફર ગૌરાંગ આનંદ અને દેવલ જયસ્વાલની કલા પ્રદર્શીત કરવામાં આવી છે. રૂટ ઓફ આર્ટના માલિક તુષાર મોદીએ કલાને અને કલાકારને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે તેમણે રૂટ […]

Read more

શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી ૪૦ થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવાયા નાના-મોટા વેપારીઓ થયા બેરોજગાર

ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં આવેલ શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી ૪૦ થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવાયા નાના-મોટા વેપારીઓ બેરોજગાર બની ગયા હતા. આજે તો આજીવિકાનો પ્રાણ પ્રશ્ર્ન સર્જાયો છે.વહીવટી તંત્રના અધિકારીઓ ધ્વારા વર્ષોથી ગેરકાયદેસર રીતે અડીંગો જમાવી બેઠેલા લારી-ગલ્લા વાળાઓના દબાણો હટાવાયા હતાં ત્યારે વેપારીઓની રોજી-રોટી છીનવાઈ જતાં ભારે મુશ્કેલીમાં મુંકાયા હતા. ભારત દેશની પ્રથમ ડિઝીટલ શામળાજી ચેકપોસ્ટ ઉપર ફોલ્ડરો ધ્વારા […]

Read more

રૂા.૮૬ લાખના ખર્ચે પીએચસી સેન્ટરનું આરોગ્ય મંત્રીના હસ્તે ખાતમુર્હૂત

આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળતા શંકરભાઈએ ભાભર તાલુકાના તેતરવા ગામે એક આધુનિક સુવિધા સભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરીને તે માટે રૂા.૮૬ લાખના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે ભૂમિપૂજન કરી ખાતમર્હૂત કર્યું હતું. આજુબાજુના અનેક ગામોને જોડતા રસ્તાને અડીને આ આરોગ્ય કેન્દ્ર અનેક ગામો માટે સુવિધામય બનશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. સાથો સાથ તાલુકાના વડપગ ગામે પણ આવું અદ્યતન આરોગ્ય […]

Read more

શામળાજીનો પ્રવાસધામનો પ્રોજેક્ટ છ વર્ષથી અટવાયો

શામળાજી ખાતે ટાઉન પ્લાનિંગના અમલીકરણ અંતર્ગત અને વિકાસના નેજા હેઠળ ગત ર૦ એપ્રિલ, ર૦૧૧ના રોજ વહીવટી તંત્ર દ્વારા લોકોના મકાનો તથા દુકાનો તોડી પાડી હતી. ત્યારબાદ ૩૧ ઓગસ્ટ-ર૦૧૧ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યાત્રાધામ શામળાજીના વિકાસ કામ માટે ભૂમિપૂજન કરાયું હતું અને શામળાજીને દોઢ વર્ષમાં સુંદર અને રમણીય બનાવી યાત્રાધામની સાથે પ્રવાસધામ બનાવવાની નેમ હતી પણ આ પ્રોજેક્ટ ૬ […]

Read more

સરડોઈની વિદ્યાર્થિનીને રાજ્યપાલના હસ્તે મેડલ

મોડાસા તાલુકાની સરડોઈ ગામની અને બી.એડ.માં અભ્યાસ કરતી તાલીમાર્થી પ્રજ્ઞાકુંવર રહેવરનું અમદાવાદમાં સિલ્વર મેડલ આપી સન્માનિત કરાતા તેના કાકા મહેન્દ્રિંસહ રહેવર પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યાં છે તેમજ પરિવારજનો, સમાજ બંધુઓ અને ગ્રામજનોએ તેણીને બિરદાવી છે. સરડોઈ ગામના સરપંચ અનિલિંસહ રહેવરની પુત્રી અને અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભીની ભાણી પ્રજ્ઞાકુંવર રહેવરે બાબાસાહેબ આંબેડકર […]

Read more

અરવલ્લી જિલ્લામાં માઝૂમ ડેમમાંથી કમાન્ડ વિસ્તારની કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો આનંદિત

અરવલ્લી જિલ્લામાં છલકાયેલા માઝૂમ ડેમ, વાત્રક ડેમ અને વેડી જળાશયમાંથી ખેડૂતોને જરૂરી સિંચાઈ સુવિધા પૂરી પડાય તેવો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરાયો છે ત્યારે માઝૂમ જળાશયના કમાન્ડ વિસ્તાર હેઠળના વાવેતર માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી. ગત વર્ષે સારા વરસાદના કારણે માઝુમ ડેમ છલકાયો છે તે માઝૂમ ડેમમાંથી એપ્રિલ માસના પ્રારંભમાં પ્રથમ પાણી અપાયા બાદ ખેડૂતોની માંગ મુજબ […]

Read more

સોમનાથમાં બે દિવસ બેઠક ચાલશે ભાજપ પ્રદેશ કારોબારીની આજથી બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આક્રમક તૈયારી વચ્ચે આવતીકાથી સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાજપ પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઇ રહી છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ શાનદાર દેખાવ કરવાના વિવિધ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પાર્ટીની સ્થિતીને વધારે મજબુત કરવાનો મુદ્દો આ બેઠકમાં છવાશે. ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં પાર્ટીના તમામ ટોચના નેતા ભાગ લેનાર છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના […]

Read more
1 2 3 4