દાહોદમાં કોર્ટે તાળાબંધી કરેલી ઓઈલ મીલના ગોડાઉનમાંથી ચોરી થતા ચકચાર

દાહોદ શહેરના ગોદી રોડ પર આવેલ સ્વસ્તિક ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનના માલિકે કરેલ નાદારી અરજી બાદ કોર્ટના રિસિવર દ્વારા ઈન્વેન્ટ્રી પંચનામુ કરાયા બાદ તાળાં મારી જાહેર નોટીસ લગાવ્યા બાદ તેલના ડબ્બા, જાર, લોખંડના પીપ, ગેસની બોટલ, સગડી, ફેક્સમશીન, ઈલેક્ટ્રીક મોટરો, પેકિંગ મશીન, પેકિંગ માટેના પુંઠા વગેરે ચોરાયાનું જાણવા મળતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના ગોદીરોડ ખાતે આવેલ […]

Read more

આયુર્વેદ અને યોગ પદ્ધતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક નિ:શુલ્ક કેમ્પ યોજાશે

મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે આ વર્ષે ડીપ્રેશન (માનસિક તણાવ)ની થીમ ઉપર આરોગ્ય દિનની ઉજવણી થનાર હોય જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં નેશલ પ્રોગ્રામ  ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ,સીવીડી અને સ્ટ્રોક એનપીસીડીસીએસ સાથે આયુષ મંત્રાલય કેન્દ્ર […]

Read more

રાજ્ય ધોરી માર્ગની સાઈડ કેનાલો અને માર્ગની કામગીરી બિસ્માર: ઉચ્ચસ્તરે રજૂઆત

વિશ્વ બેન્ક યોજના અમલીકરણમાંથી જિલ્લાના મેઘરજ, ઈપલોડા, માલપુર, અણીયોર થઈ ધનસુરા જવાના રાજ્ય ધોરી માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ છે. જેમાં આ માર્ગ અંગેની કામગીરી માટે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો થતા એક રાજ્યના વિશ્વ બેન્કના અધિક્ષક ઈજનેરને લેખિતમાં જાણ કરેલ છે. વિગત એવી છે કે અરવલ્લી જિલ્લાના પછાત આદિવાસી વિસ્તાર એવા મેઘરજ, માલપુર, ધનસુરા જેવા ત્રણ તાલુકાઓને […]

Read more

શામળાજીમાં આંજણા સમાજના કાર્યકરોની શિબીર યોજાઈ

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના રર૦ ગામોમાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજના ભાઈઓ-બહેનોના સંઘઠનને વધુમાં વધુ મજબુત બનાવવા માટે  તૃતીય સંઘઠન ચિંતન શિબિર યોજાઈ હતી.ભિલોડા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં પરમ પુજ્ય ડોગરેજી મહારાજ અન્નક્ષેત્રના હોલમાં આંજણા ચૌધરી સમાજના કાર્યકરોની ચિંતન શિબિરમાં ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.પુર્વ મેનેજર જીતુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાબરકાંઠા-અરવલ્લી અખીલ આંજણા ફાઉન્ડેશનના […]

Read more

ભડકોટ્રામાં તાડી પીવાની તકરારમાં યુવાનની હત્યા

અંકલેશ્વર તાલુકાના ભડકોટ્રા ગામની સીમમાં તાડી પીવાની તકરારમાં ઝઘડો થતા એક યુવાનને માર મારીને મોતને ઘાટ ઉતારી પાચ ઈસમો ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતિ અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે રહેતો વૈશાલી પાસવાન (ઉ.વ.ર૦) તથા તેનો મિત્ર ઈરફાન અલી ઝાકીર અલી શાહ (ઉ.વ.ર૧) તા. ૩જીના રાત્રીએ  ભડકોટ્રા ગામની સીમમાં તાડી પીવા ગયા હતા. અને ત્યા હાજર કોલમડીનો રીક્ષા ચાલક કીરણ […]

Read more

ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં વરણી

બનાસકાંઠા જિલ્લાના યુવા અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હિતેશભાઈ ચૌધરીની  ભારતીય જનતા યુવા મોરચાની રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય તરીકે નિમણુક આપીને મહારાષ્ટ્ર રાજ્ય યુવા મોરચાના સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ચૌધરીએ આ અગાઉ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય અને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવેલ છે. તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ જવાબદારી નીભાવીને જિલ્લા ભારતીય […]

Read more

બોંબ ધડાકાઓમાં સામેલ યાસીન અને હડ્ડીને રિયાઝ ભટકલ આર્થિક મદદ કરતો હતો

l1

અમદાવાદ સહિતના અનેક સ્થળોએ બોંબ ધડાકાઓમાં સામેલ અને હાલ પોલીસના સકંજામાં રહેલા ઈન્ડીયન મુઝાહીદીનના યાસીન ભટકલ અને અસદુલ્લા હડ્ડીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદમાં નવ વર્ષ અગાઉ થયેલાબોંબ ધડાકાએામાં સામેલ યાસીન ભટકલ અને અસદુલ્લા હડ્ડીની શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી તેઓની રિમાન્ડ મેળવી ઝીણવટભરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. યાસીન ભટકલ અને અસદુલ્લા હડ્ડીએ પાકિસ્તાનની જાસુસી સંસ્થાના […]

Read more

સર્વ લોકોનું હિત અને વિકાસ એજ રામ રાજ્ય હવે રામરાજ્યનું ગુજરાતમાં અધિષ્ઠાપન કરાશે:રૂપાણી

l2

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામનવમીના પવિત્ર તહેવારે રાજકોટ જિલ્લાના મેવાસા ગામે આવેલા રામમંદિરે યોજાયેલા ખાંટ રાજપુત સમાજના કાર્યક્રમમાં ૧૦ પ્રવાસન સ્થળોમાં ૧૩.૭૦ કરોડના વિકાસ કામોના ખાતમુહર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પર રહી ગુજરાત સરકાર સર્વ સમાવેશક વિકાસ સાધી રહી છે. આ સંદર્ભે  તેમણે કહ્યું કે, રામરાજયનો મૂળ હેતુ જ સર્વનું હિત છે. જેમાં તમામ […]

Read more

રાજ્યના હવામાનમાં ફરી પલ્ટો આવ્યો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

20170405_193511

બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ તીવ્ર પવન સાથે વાવાઝોડુ ફૂંકાતા અનેક જગ્યાઓએ હોર્ડિગ્સ ઉડી ગયા હતા. વીજળી ડુલ થઈ ગઈ હોવાના પણ અહેવાલ મળ્યા છે. એકાએક હવામાનમાં પલ્ટો આવવાના કારણે પાલનપુરમાં મોડી સાંજે વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોમાં અનેક ચર્ચા જોવા મળી હતી. શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર પણ વરસાદ રહૃાો […]

Read more

ખોખરામાં વકીલની ધમકીથી આધેડે કરેલું અગ્નિસ્નાન

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી મહિલાએ તેઓના પતિએ કરેલા અગ્નિસ્નાન સંદર્ભે એડવોકેટ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ખોખરા વિસ્તારની કર્મભૂમી સોસાયટીમાં રહેતા માલતીબહેન જોષી નામની ૫૦ વર્ષની આધેડ મહિલાએ ખોખરા પોલીસ મથકમાં ઓમપ્રકાશ બાબુલાલ શાહ (રહે. પવિત્રકુંજ સોસાયટી, અમરાઈવાડી) સામે આપઘાત કરવા દુષ્પ્રેરણ બદલ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, પાટણ જીલ્લાની સમી તાલુકાની જમીન […]

Read more
1 2 3 4