સંતરામપુર નગરમાં ભરઉનાળે સંખ્યાબંધ હેન્ડ પંપો બંધ હાલતમાં

ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ જોવાઈ રહેલો છે. જ્યારે સંતરામપુર નગરમાં સંખ્યાબંધ હેન્ડપંપો બંધ હાલતમાં છે. દરેક વિસ્તારમાં ૪થી ૫ હેન્ડપંપો બગડેલા અને બંધ હાલતમાં છે. આજે પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે. કેટલીયેવાર રજૂઆત કરવા છતાંયે બગડેલા હેન્ડપંપો રિપેરિંગ કરવામાં આવતાં જ નથી. પટેલ ફલીયા મચ્છી બજાર, લીમડી ફળીયા, સોસાયટી વિસ્તારોમાં બંધ હોવાના કારણે પાણી માટે વલખાઓ […]

Read more

દાહોદમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટી બાઈકસવાર ફરાર

દાહોદ શહેરના નદીપાર આવેલ ભવાની હોટલથી થોડે આગળ જુની આરટીઓ ચેક પોસ્ટ જતા રોડ પર રાતે દાહોદ સહકારનગરની ૪૦ વર્ષીય એક મહિલાના ગળામાં પહેરેલ દોઢ તોલા વજનની રૂપિયા ૩૫૦૦૦/-ની કિંમતની સોનાની ચેન તોડી લુંટી લઈ એક બાઈક પર સવાર ત્રણ અજાણ્યા ચેનસ્ન્ોચરો નાસી ગયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના નદી પર આવેલ સહકારનગરમાં રહેતા ૪૦ વર્ષીય દક્ષાબેન […]

Read more

લીમખેડા તાલુકાના મોટીવાવ ગામની પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

પતિ તથા જેઠ-જેઠાણી દ્વારા મહેણાં-ટોણાં મારી મારઝૂડ કરી ગુજારાતો શારીરિક અને માનસિક ત્રાસ અસહૃા થઈ પડતાં લીમખેડા તાલુકાના મોટીવાવ ગામની ર૭ વર્ષીય પરણીત યુવતીએ પોતાના ઘર આગળ નીલગીરીના ઝાડની ડાળે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં લીમખેડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે રહેતા ચતુરભાઈ મુળાભાઈ ચૌહાણની પરણીત દિકરી ર૭ વર્ષીય […]

Read more

અરવલ્લી જિલ્લામાં ગરમી વધતા માટીના માટલાની માંગ વધી

ઉનાળાની આગ ઝરતી અસહૃા ગરમીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની તરસ છીપાવવા ફ્રીઝની ગરજ સારતુ અને સ્થાનિક પ્રજાપતિઓ દ્વારા દેશી માટીમાંથી બનાવેલ માટલુ આજે પણ જગવિખ્યાત છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના લીલાછાના માટલા ૩૦૦ પરિવારોને રોજગારી આપે છે. તેમ મોડાસામાં પણ અનેક કુટુંબ માટલાની આવક ઉપર નભે છે. પ્રજાપતિ સમાજના અનેક પરિવારોને માટલાના ગૃહઉદ્યોગ રોજગારી આપે છે. આજની ર૧મી સદીના યાંત્રિક […]

Read more

હિંગલોટ અને દહેગામ માર્ગ પર ગેસ ભરેલ ટ્રકમાં આગ ભભૂકી

ભરૂચના હિંગલોટ અને દહેગામ વચ્ચે ફ્લોિંરગ ગેસ ભરેલા ટ્રકમાં આગ અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી હતી. ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મળવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રીના આશરે ૯:૩૦ કલાક દરમ્યાન દહેજથી વાપી ૧ર જેટલા ફ્લોિંરગ ગેસના બોટલો ભરી જતા ટ્રકમાં દહેજ રોડ પર આવેલ દહેગામ નજીક અચાનક આગ લાગતા ભારે […]

Read more

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમીથી પ્રજાજનો ત્રસ્ત

સાબરકાંઠા જિલ્લામાં ૪ર ડિગ્રીની સામે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ ૪૩.૫ ડિગ્રી ગરમી પડી રહી છે. તેમાં પણ બાયડમાં સતત ૪૩ ડિગ્રી ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ૪ ડિગ્રી ગરમી વધી છે. આગ ઓકતી ગરમીમા લોકો શેકાઈ રહૃાાં છે. એક તરફ બન્ને જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગરમીના કારણે ટાઈફોઈડ, કમળો અને ઝાડા ઉલ્ટીના દર્દિઓ વધ્યા છે. જ્યારે બીજી […]

Read more

વર્તમાન ધારાસભ્યો સહિત અનેક દાવેદારોની કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો સમક્ષ રજૂઆત

વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહૃાાં છે. તેની તૈયારીઓ પક્ષવાળા કરી રહૃાાં છે. સાબરકાંઠા જિલ્લાને લાગે છે વળગે છે તે હિસાબે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે બુધવારે તા. ર૯મી માર્ચના રોજ પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો હિંમતનગર નવા સરકીટ હાઉસમાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની વિધાનસભા માટેની ચાર બેઠકો માટે કોંગ્રેસના દાવેદારોએ પોતાની રીતે આગવી રજૂઆત કરતાં તે […]

Read more

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ યથાવત્

l4

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહૃાા છે. ગઈકાલે બુધવારની સરખામણીમાં આજે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ર૩.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડ્યો છે. આજે રાજ્યના જે વિસ્તારમાં પારો સૌથી વધારે નોંધાયો હતો તેમાં કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. […]

Read more

ડોનેશનની બદીને નાથવા ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું ગુજરાતમાં ડોનેશન પર પ્રતિબંધ ફરમાવતું મહત્વનું વિધેયક પસાર

રાજયમાં હવે ખાનગી શાળાઓ ડોનેશન કે પોતાની રીતે મનમાની ફી નહી ઉઘરાવી શકે. ગુજરાત સરકારે આજે વિધાનસભામાં ઐતિહાસિક કહી શકાય તેવું ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન વિધેયક પસાર કરી રાજયભરના વાલીઓ અને વિદ્યાર્થીઓને બહુ મોટી રાહતકર્તા નિર્ણય અમલી બનાવ્યો છે. રાજયમાં અનુદાન વગરની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ(સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ)માં બેફામ અને મનસ્વી રીતે શૈક્ષણિક ફી વસૂલાતી હોવા અંગે […]

Read more

શાહરૂખ સામેના સમન્સ પર હાઈકોર્ટનો સ્ટે

થોડા સમય પહેલાં જ વડોદરા રેલ્વે સ્ટેશન પર હિન્દી ફિલ્મ રઇસના પ્રમોશન દરમ્યાન મચેલી ભાગદોડમાં એક વ્યકિતના નીપજેલા  મોતના કેસમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા શાહરૂખખાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરાઇ છે. જેની સુનાવણીના અંતે  આજે જસ્ટિસ જે.બી.પારડીવાલાએ પિટિશન દાખલ કરી હતી અને શાહરૂખખાન સામેના સમન્સ સામે સ્ટે જારી કરી તેને રાહતકર્તા હુકમ જારી કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ […]

Read more
1 2 3