ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

આજથી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે સવારે ધો.૧૦ની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે ધો.૧૦માં મુખ્ય ભાષાનું પેપર હતું ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી વિષયનું પેપર હતું સવારે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવતા જ […]

Read more

‘ફિવર હેલ્પલાઈન ૧૦૪ શરૂ કરવાની યોજના ગુજરાતને વર્ષ ર૦રર સુધીમાં મેલેરીયા મુક્ત કરવાનો હેતુ:ચૌધરી

આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ-ર૦રર સુધીમાં ગુજરાત રાજ્યને મેલેરિયા મુક્ત રાજય કરવાનું લક્ષ્યાંક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી શંકર ચૌધરીએ આજે વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજયના તમામ વિસ્તારોમાં તાવના કેસોમાં ત્વરિત નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવા ફીવર હેલ્પ લાઈન-૧૦૪ શરૂ કરાશે. લોકોને વિનામુલ્યે આરોગ્યની સેવાઓ ઝડપથી પહોંચાડવામાં પણ આ એક મહત્વનું પગલું સાબિત થશે. […]

Read more

અંબાજી, દ્વારકા મંદિરની બે વર્ષમાં રૂા.૧૦૫.૭૪ કરોડની આવક થઈ

l2

ત.૩૧-૧-૨૦૧૭ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રાજ્યના સુપ્રસિધ્ધ અંબાજી અને દ્વારકાધીશ મંદિરની છેલ્લા બે વર્ષમાં કુલ રૂા.૧૦૫,૭૪૩૯૪૦૧ (૧૦૫.૭૪ કરોડ) આવક થઈ હતી. તેમાં અંબાજી મંદિરના પુજારીઓનેપગાર પેટે બે વર્ષમાં રૂા.૧,૨૪,૫૫૨૫૨ (૧.૨૪ કરોડ) અને દ્વારકાધીશ મંદિરના પુજારીઓનાાપગાર પેટે રૂા.૧૫,૪૦,૦૪૮૦૯ (૧૫.૪૦ કરોડ) જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વિધાનસભા આજે યાત્રાધામ વિકાસ મંત્રીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલના એક […]

Read more

રાજનીતિનો શિકાર બન્યા વિશ્વદ્યાલયો

art2

દેશના વિશ્વ વિદ્યાલયો એક વાર ફરી ખોટા કારણોથી સમાચારોમાં ચમકી રહ્યા છે. એમ જણાય છે કે, ફેબ્રુઆરી મહીનામાં રાજધાનીના વિશ્ર્વવિદ્યાલયોની સાથે કોઈ અપશુકન જોડાઈ ગયું છે. આ વર્ષે દિલ્હી વિશ્ર્વ વિદ્યાલયની રામજસ કોલેજમાં હિંસા થઈ. .ગયા વર્ષે જવાહરલાલ નેહરૂ વિશ્ર્વવિદ્યાલય એટલેકે જેએનયુમાં થઈ હતી. છેલ્લા૧૨ મહિનાએામા ંદેશના અનેક વિશ્ર્વવિદ્યાલયોમાં એવી અનેક ઘટનાઓ થઈ, જ્યારે સ્વતંત્ર અવાજને દબાવવા માટે હિંસા થઈ […]

Read more

‘આધાર’ને ફરજીયાત બનાવવાનું અયોગ્ય

art1

સરકાર જોર-જબર્જસ્તીથી આધાર (યુનિક આઈડેન્ટિફિકેશન નંબર) સંખ્યાક લાદવા માટે હઠાગ્રહી છે. તે દરેક પ્રકારની સરકારી યોજનાઓ અને સેવાઓના લાભ માટે નાગરિકો માટે આધાર નંબરનો ઉપયોગ અનિવાર્ય બનાવી રહેલ છે. તેનું છેલ્લામાં છેલ્લું દૃષ્ટાંત છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા બહાર પડાયેલી અધિસૂચના આ દ્વારા બાળકોે માટે સરકારી શાળાઓમાં બપોારનુંભોજન મેળવવા માટે, આધારને અનિવાર્ય કરવામાં આવેલ છે. વાત આટલાથી પૂરી થતી […]

Read more

હાઇ એલર્ટની જાહેરાત કરીને તમામ પગલા પઠાણકોટ એરબેઝ પર ફરી આતંકવાદી હુમલાનો ખતરો

a3

પંજાબના પઠાણકોટ એરફોર્સ બેઝ પર ફરી એકવાર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહૃાો છે. જેના કારણે હવે હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં કેટલાક શંકાસ્પદ લોકો પહોંચ્યાહોવાની બાતમી મળી છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ગુપ્તચર હેવાલ મળ્યા બાદ પંજાબ પોલીસ, સેના, હવાઇ દળ અને હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સંયુક્ત […]

Read more

૧૧ વર્ષની પાકિસ્તાની દીકરીએ વડાપ્રધાન મોદીને શી અપીલ કરી?

letter-to-modi_file_759

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત હાંસલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનની ૧૧ વર્ષની છાત્રાએ શુભકામના પત્ર પાઠવી ઉતમલાગણી પણ વ્યક્ત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી અદીકત નવીદ નામની દીકરીએ પત્રમાં લખ્યું કે હવે વડાપ્રધાન મોદીએ ભારત-પાક વચ્ચે શાંતિનો સેતુ રચી બન્ને દેશોનાં લોકોનાં દિલજીતવા તરફ ધ્યાન આપવાની આવશ્યકતા છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ દુનિયા ટીવીનાં […]

Read more

રાજીનામું આપવા માટેના કોઈ કારણ આપ્યા નથી આઈસીસી ચેરમેન પદેથી શશાંક મનોહરનું રાજીનામું

shashankmanohar-27-1461774794

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરે તમામને આશ્ર્ચર્યચકિત કરીને આજે અંગત કારણો આપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. શશાંક મનોહરે આઈસીસી ચેરમેન પદેથી રાજીનામું આપી દીધા બાદ આને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. શશાંક મનોહરે મે ર૦૧૬માં આ જવાબદારી સંભાળી હતી. મનોહરે આઈસીસીના સીઈઓ દેવ રિચર્ડસનને ઈમેલ મારફતે રાજીનામું મોકલી દીધું છે. જેમાં એકાએક આ પગલું […]

Read more

સુષ્માએ અમેરિકામાં ભારતીયોની સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો

Sushma-sush_wplay

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કિડની ટ્રાંસપ્લાન્ટ બાદ પહેલીવાર ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો અને અમેરિકામાં ભારતીયો ઉપર થયેલા હુમલા પર સરકાર તરફથી માહિતી  આપી. તેમણે અમેરિકામાં  ભારતીયોની સુરક્ષાનો વિશ્ર્વાસ પણ અપાવ્યો.સુષ્માએ માહિતી આપતાં પહેલા અધ્યક્ષ  અને  તમામ સાંસદ સાથીઓને તેમના તાકિદે ઠીક થવાની કામના માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું ખુબ અસ્વસ્થતા બાદ ઠીક થઇ સસંદમાં પાછી ફરી છું […]

Read more

યુપી પરિણામોને લઈ માયાવતી કોર્ટમાં જશે

mayawati_story_647_062216035638

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યા બાદ વિરોધ પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો સંપૂર્ણપણે સફાયો થયા બાદ બહુજન સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ હોબાળો મચાવ્યો છે. માયાવતીએ કહ્યું છે કે ઈવીએમ સાથે ચેડાં થયા છે. માયાવતીએ જાહેરાત કરતા કહ્યું છે કે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તપાસ કરવાની […]

Read more
1 2