૮ ફીલ્મના રીવ્યુ-પ્રોમો ભુલી જાવ: ફેસબુક કે ટવીટર પરનો એક મેસેજ ફીલ્મને હીટ કે ફલોપ બનાવી દે છેે‘ખાન’ખાના પરાસ્ત

DB0chorW0AAOPLd

ભારતમાં જયારે મનોરંજન ટીવી ચેનલનો પ્રારંભ થયો અને ફીલ્મો આવવા લાગી તો બોલીવુડ માટે સ્મોલ સ્ક્રીન એક ચિંતા બની ગયો હતો પણ આજે કોઈપણ ફીલ્મના પ્રમોશન માટે બોલીવુડને આ સ્મોલ સ્ક્રીન જ મદદ કરે છે બાદમાં આઈપીએલના કારણે થિયેટરોમાં નાઈટ શો ફલોપ થવા લાગ્યા પણ હવે બોલીવુડે તે હરીફને પણ હટાવી દીધો છે પણ હવે સોશ્યલ મીડીયા સામે બોલીવુડ પરાજીત થતું હોય તેવા દ્રશ્યો છે. “જબ હેરી મેટ સેજલ મુવી જોવા બેસેલા એક પ્રેક્ષકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટવીટ કરી હું ફસાઈ ગયો છું. પ્લીઝ મને ઉગારો-તેવો સંદેશ મોકલ્યો હતો, તો આ ફીલ્મ નિહાળ્યા બાદ એક પ્રેક્ષકે ટવીટ કર્યું કે તમો ન મળ્યા હોત તો સારૂ હોત. બોલીવુડ છેલ્લા આઠ માસમાંથી આ પ્રકારનાં ટોણા સહન કરી રહ્યુ છે. બોલીવુડ છેલ્લા આઠ માસમાંથી આ પ્રકારનાં ટોણા સહન કરી રહ્યું છે. છેલ્લા આઠ માસમાં હેરી મીટ સેજલ હોય કે ટયુબલાઈટ તે પ્રેક્ષકોને આકર્ષવામાં સફળ રહી નથી તો એક સમયે ૨૦૦-૩૦૦-૫૦૦ અને છેક ૧૫૦૦ કરોડની કલબમાં જવા તૈયારી કરતાં બોલીવુડને અચાનક જ આ બધુ શું છે? ૨૦૧૭ કદાચ બોલીવુડનો છેલ્લા એક દશકાનો સૌથી ખરાબ તબકકો ચાલી રહ્યો છે અને તેનો અંત કયારે આવશે તે કોઈ કહી શકતું નથી એ સમય હજુ દુર જ નથી ગયો કે સલમાનખાન અને શાહરૂખખાન સૌથી સલામત સ્ટાર ગણાતા હતા. આ બોકસ ઓફીસ આ વર્ષે તેની પણ દયા ખાધી નથી.રંગુનથી બેગમજાન અને ટયુબલાઈટથી જબ હેરી મેટ સેજલ કદાચ સૌથી ઝડપી પાટીયા બદલવાનો રેકોર્ડ આ વર્ષમાં સર્જાયો છે.
જોકે આ પ્રકારની બોલીવુડ સ્થિતિથી ટ્રેડ પંડીતો આશ્ર્ચર્ય અનુભવતા જ નથી એવુ નથી કે તમો સારી ફીલ્મ બનાવો અને પૈસા બનાવી ન શકો પણ આ ફીલ્મોનો ક્ધટેન્ટ જ બોગસ આવે છે.કદાચ હજુ આ ફીલ્મ નિર્માતા-નિર્દેશક એવુ માને છે કે સુપર સ્ટાર્સને લઈ લો ફીલ્મ હીટ જ હશે પણ હવે પ્રેક્ષકો તેની શરમ રાખતા નથી ફીલ્મ સીતારાઓનું સ્ટારડમ એક હદ સુધી જ અપીલ કરી શકે પણ આખરે તો ફિલ્મનો ક્ધટેન્ટ જ ફીલ્મને ચલાવશે તમો બે બીગ બજેટ ફીલ્મ લો ટયુબલાઈટ અને હેરીમેટ સેજલ બન્નેનાં કથાનક જુઓ કેટલા કંગાળ છે.જોકે હિન્દી મીડીયામાં આ ખરેખર નવા આઈડીયાની ફીલ્મ હતી. મનોરંજક બની હતી. ઈરફાનખાન અને સાબાની આ ફીલ્મ કદાચ ૨૦૧૭ ની મુજબ એવી ફીલ્મ હતી જે રૂા.૧૦૦ કરોડના કલેકશનની નજીક પહોંચી હતી તો લીપ્ટીકસ, અન્ડર માય બુરખા જેને સેન્સર બોર્ડે વુમન ઓરીએન્ટેડ ફીલ્મ કહીને રોકી હતી તે ત્રીજા વીક એન્ડમાં પણ ૪૦૦ સ્ક્રીન પર રીલીઝ થયા બાદ ૮ ઓગસ્ટ સુધીમાં માંડ-માંડ રૂા.૨૦ કરોડે પહોંચી છે. આ ફીલ્મને સ્મોલ ફેસ્ટીવલ ફીલ્મ તરીકે ઓળખવામાં આવી હતી છતાં તેણે મુન્ના માઈકલને ટકકર આપી હતી. મોમને તમો સફળ ગણો તો પણ તેનું કલેકશન? પણ….શા માટે…બોલીવુડ અને વિશ્ર્વ કક્ષાએ પણ જાણીતા બે સુપર સ્ટાર્સ શાહરૂખખાન અને સલમાન ખાન પણ ડીલીવર કરી શકતા નથી. હેરી….ને શાહરૂખખાનની કેરીયરની સૌથી નિરાશાજનક ફીલ્મ ગણી શકાય ખાન માટે તો કહી શકાય કે તેનો સ્ટાર પાવર જ ખત્મ થઈ રહ્યો છે.૨૦૧૪ માં હેપ્પી ન્યુયર ફલોપ ગઈ પછી દિલવાલે- જીંદગી, રઈસ પણ ખાનની ફીલ્મ જેવો બીઝનેસ કરી શકી નહી.જયારે ફેન અને જબ વી મેટ તો ફુલ્લી ફલોપ ગઈ. શા માટે આમીરખાન હજુ પણ ફેવરીટ છે. એક જ વાકયમાં કહી શકાય ડોન્ટ અન્ડર એસ્ટીમેઈટ ધ પાવર ઓફ સોસ્યલ મીડીયા, ફીલ્મના રીવ્યુ અને પ્રમોશનને ભુલી જાવ. બોલીવુડને મેઈક અને બ્રેક કરી રહ્યું હોય તો તે સોસ્યલ વિડીયો જ છે. ફેસબુક ટવીટર હવે બહુ પાવરફુલ બની ગયા છે.અને તે જે મેસેજ આપે છ તે મીનીટોમાં વાયરલ થઈ જાય છે. લોકો હવે કોઈ જાણીતા ફીલ્મ પંડીત કઈ ફીલ્મને કેટલા સ્ટાર આપે છે તે જોતા નથી તે ખુદ કવીક બની ગયા છે અને તેમાં કમાલ રશીદ (કેઆરકે) જે ફેસબુક અને ટવીટર પર જબરા ફોલોઅર્સ ધરાવે છે તે ફીલ્મ અને તેના સિતારાનાં એડવાન્સ રીવ્યુથી નેગેટીવ વધુ ઝડપથી પ્રસરે છે અને સોસ્યલ મીડીયાનાં ફ્રાઈડે ફર્સ્ટ શો રીવ્યુ જે પ્રાઈવેટ ચેટમાં આપે છે તે બુકીંગ અટકાવે છે.
ક્ધટ્રોલ ઓર મુવી
બોલીવુડમાં આમીરખાનને સાઈન કરવો એટલે ફીલ્મ તેને સોપી દેવા જેવું જ ગણાય છે. તે ઘોસ્ટ-ડીરેકટર પણ છે પણ જયારે મુવી બને છે તો સૌ દંગ રહી જાય છે. શાહરૂખ-સલમાન આ કરતા નથી કે નથી અક્ષયકુમાર તેની ચિંતા કરતો, આથી જ આમીરને મી.પરફેકટ તરીકે ઓળખાવે છે આમીરખાન કંઈક હટકે કરે તો દર્શકો પસંદ કરે છે.સ
લમાને ટયુબલાઈટનો પ્રયોગ કર્યો તો ફલોપ ગયો. જબ હેરી મીટમાં રોમાન્સ જોરદાર હતો, પણ માય નેઈમ ઈઝ ખાન જેવું કંઈક ડીફરન્ટ ન હતું સૌથી આખરી સંદેશ છે તમારા પ્રેક્ષકો જે તમારા ફોલોઅર્સ છે.
ડાઈહાર્ડ ચાહકો છે તેને ગ્રાન્ટેડ ન લો. તેઓ ખુદની પરસેવાની કમાણીના ૪૦૦-૫૦૦ રૂપિયા ફકત તમારા નામ પર ખર્ચ કરે છે તમારૂ મુવી એવુ સ્ટ્રોંગ હોવુ જોઈએ કે ખુરશીમાંથી હલવાની તો વાત જુદી છે તે સ્માર્ટ ફોન પણ સ્વીચ ઓફ કરી આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *