૮૦ ભાષામાં ગીતો ગાય છે આ ઈન્ડિયન ગર્લ, હવે ગિનિસ રેકોર્ડ છે નિશાના પર

girlb

દુબઈની ઈન્ડિયન હાઈ સ્કૂલમાં ભણનારી એક ભારતીય વિદ્યાર્થિની ૮૦ ભાષાઓમાં ગીત ગાઈ શકે છે અને તે એક કોન્સર્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરી રહી છે. એક મીડિયા રિપોર્ટથી આ જાણકારી મળી છે.
ગલ્ફ ન્યૂઝની ખબર અનુસાર ૧૨ વર્ષની સુચેતા સતીશ ૨૯ ડિસેમ્બરે થનારા એક કોન્સર્ટમાં
૮૫ ભાષાઓમાં ગીત ગાવવાનો પ્રયત્ન કરશે. સુચેતાએ જણાવ્યું કે તે ૮૦ ભાષાઓમાં ગીત ગાવાનું જાણે છે અને આ તેણે એક વર્ષમાં શીખ્યું છે.
રિપોર્ટ અનુસાર રેકોર્ડ તોડવા માટે સુચેતાની યોજના પાંચ અન્ય ભાષાઓમાં ગીત શીખવાના છે. સુચેતા કેરળ સાથે સંબંધ ઘરાવે છે અને તે પહેલાથી જ કેટલીક ભારકીય ભાષાઓ હિન્દી, મલયાલમ અને તમિલમાં ગીત ગાવા ઈચ્છતી હતી. તે સ્કૂલની પ્રતિયોગિતામાં અંગ્રેજી ગીતો ગાતી રહે છે. પરંતુ તેણે પાછલા વર્ષથી વિદેશી ભાષાઓમાં પણ ગાવાનું શરૂ કરી દીધું.
સુચેતાએ કહ્યું, વિદેશી ભાષામાં મારું પહેલું ગીત જાપાનીમાં હતું. તેનું કહેવું છે કે તેના માટે ફ્રાંસીસી, હંગેરિયન અને જર્મન ભાષામાં ગીત ગાવાનું સૌથી કઠણ હતું. હાલના સમયમાં એક કોન્સર્ટમાં સૌથી વધારે ભાષામાં ગીત ગાવાનો રેકોર્ડ કેસીરાજૂ શ્રીનિવાસ પાસે છે. તેમણે ૭૬ ભાષાઓમાં ગીત ગાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *