૬૫ યાત્રીઓ અને છ ક્રુ મેમ્બર્સ સાથેનું પ્લેન ઉડાન ભર્યાના ૧૦ મિનિટ બાદ રડારથી ઉપરથી અદ્રશ્ય મોસ્કો પાસે રશિયન વિમાન તૂટી પડતા ૭૧ના મોત થયા

aa

રશિયાના પાટનગર મોસ્કોના બહારના વિસ્તારમાં આજે એક સ્થાનિક વિમાન આગની જ્વાળામાં લપેટાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા ઓછામાં ઓછા ૭૧ યાત્રીઓના મોત થયા છે. આ વિમાનમાં ૬૫ યાત્રી અને છ ક્રુ મેમ્બરો હતા. સમાચાર સંસ્થાએ માહિતી આપતા કહૃાુ છે કે મોસ્કોના ડોમોડેડોવો વિમાનીમથકથી આ વિમાને ઉડાણ ભર્યા બાદ ૧૦ મિનિટ પછી જ લાપતા થઇ ગયુ હતુ. રડાર પરથી વિમાન લાપતા થયા બાદ તંત્રમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. સાથે સાથે દહેશત અંતે સાચી સાબિત થઇ હતી. આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. રશિયાની સારાટોવ એરલાઇન્સનુ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. વિમાન એન્ટોનોવ એએન-૧૪૮ કજાકિસ્તાનના સરહદ પર  આવેલા વિસ્તારમાં જઇ રહ્યું હતું. આ વિમાન ઓર્સ્ક તરફ જઇ રહ્યું હતું. ઇમરજન્સી વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આ વિમાનમાં આગ ફાટી નિકળી હતી. દુર્ઘટનાના કારણોમાં તપાસ કરવામાં આવી રહી છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશ મંત્રાલય દ્વારા જુદા જુદા કારણોમાં તપાસ થઇ રહી છે. ખરાબ હવામાન અને પાયલોટથી થયેલી ભુલને પણ કારણરુપ ગણવામાં આવે છે. રશિયન ટીવી ચેનલે કહ્યું છે કે, વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. કોઇપણ જીવિત બચ્યા નથી. રશિયન પરિવહન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખરાબ હવામાન પણ કારણરુપ હોઈ શકે છે. રશિયામાં છેલ્લા કેટલાક સમયથી થયેલી વિમાન દુર્ઘટનાઓ પૈકી આ વિમાન દુર્ઘટનાને સૌથી મોટી દુર્ઘટના તરીકે ગણવામાં આવે છે. રશિયન તંત્ર આ બનાવથી હચમચી ઉઠ્યું છે. કઝાકિસ્તાનની સરહદ ઉપર આવેલા સ્થાનિક લોકોએ પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે.રશિયામાં વિમાન દુર્ઘટનાઓનો ઇતિહાસ જુનો રહેલો છે. વિતેલા વર્ષોમાં પણ આવી ઘટનાઓ થતી રહી છે. રશિયન એરલાઈન્સ તરફથી હજુ કોઇ જાહેરાત અથવા તો માહિતી અપાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *