૬૩૭ કરોડમાં છુટાછેડા કર્યા બાદ ટાઇગર વુડ્સ ફરી ગર્લફ્રેન્ડ સાથે અફેરમાં પડ્યો

GULLANE, SCOTLAND - JULY 15:  Tiger Woods of the United States smiles alongside skier Lindsey Vonn ahead of the 142nd Open Championship at Muirfield on July 15, 2013 in Gullane, Scotland.  (Photo by Andy Lyons/Getty Images)

અમેરિકાનો પ્રોફેશનલ ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સ હાલ ૩૦ ડિસેમ્બરે (૧૯૭૫) પોતાના ૪૨માં જન્મદિવસ ઉજવી રહ્યો છે. વૂડ્સ તેની રમત ઉપરાંત મહિલાઓ સાથેના અફેરને કારણે હંમેશા પણ ચર્ચામાં રહે છે. વૂડ્સની પત્ની એલિન નોર્ડેગને પણ આ કારણે જ ૨૦૦૯માં છુટાછેડા લઇ લીધા હતા. ટાઇગર વુડ્સ પત્નિ સાથે છુટા થયા બાદ એરિકા હર્મન (૩૩)ની નજીક થયો છે. એરિકા હર્મન એક સમયે તેની રેસ્ટોરાં મેનેજર રહી હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું હતું. હર્મન જ્યારે ટાઈગર સાથે એક ટુર્નામેન્ટમાં જોવા મળી હતી ત્યારે તેને પાસે ‘પ્લેયર સ્પાઉસ’નું કાર્ડ હતું, જે સામાન્ય રીતે ખેલાડીઓની ગર્લફ્રેન્ડ અને પત્નીઓને જ આપવામાં આવતો હોય છે. જોકે ટાઈગરે હર્મન સાથેના સંબંધો પર સ્પષ્ટતા કરી નહોતી. વૂડ્સને લગભગ ૧૨૦ જેટલી મહિલાઓ સાથે સબંધ રહ્યાં છે. આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂમાં ખુદ ટાઇગર વૂડ્સે જ કર્યો હતો. જેમાં પોર્નસ્ટારથી લઈ પ્લેબોય મોડલ પણ સામેલ રહી છે.
ટાઇગર વુડ્સના ૬૩૭ કરોડમાં થયા હતા છુટાછેડા
૧૦૦થી વધુ નાના મોટા ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરનારા ટાઇગર વૂડ્સ અને એલિનના છુટાછેડા વિશ્વના સૌથી મોઘા છુટાછેડામાં ગણવામાં આવે છે. વૂડ્સે એલિનને ૧૦૦ મીલિયન યૂએસ ડોલર (૬૩૭ કરોડ રૂપિયા) આપ્યા હતા. ટાઇગર વૂડ્સના અન્ય મહિલાઓ સાથેના સબંધને કારણે એલિને ૨૦૦૯માં ૬ વર્ષના લગ્ન સબંધ પર પૂર્ણ વિરામ લગાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *