૬૦૦થી પણ વધુ રન શ્રેણીમાં બનાવ્યા કોહલી મેન ઓફ ધ મેચ અને સિરીઝ જાહેર થયો

MithaliVirat-kQDF--621x414@LiveMint

શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં વિરાટ કોહલીએ વિરાટ દેખાવ કર્યો છે. વિરાટ કોહલીએ આ ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કરીને બે બેવડી સદી ફટકારી છે. કોહલીએ આ શ્રેણીમાં ૬૧૦ રન બનાવ્યા છે જેમાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇિંનગ્સમાં શૂન્ય રને આઉટ થયા બાદ કોહલીએ બીજી ઇિંનગ્સમાં ૧૦૪ રન ફટકાર્યા હતા ત્યારબાદ બીજી ટેસ્ટ મેચમાં કોહલીએ ર૧૩ રનની ઇિંનગ્સ રમી હતી. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કોહલીએ પ્રથમ ઇિંનગ્સમાં ર૪૩ અને બીજી ઇિંનગ્સમાં ૫૦ રન બનાવ્યા હતા. આની સાથે જ કોહલી આ શ્રેણીમાં સૌથી વધુ રન ખડકવામાં સફળ રહૃાો છે. વિરાટ કોહલીએ આ શ્રેણીમાં ધરખમ દેખાવ કરીને અનેક નવા રેકોર્ડ સર્જ્યા હતા જેમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી અને બેવડી સદી બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે જોડાઈ ગયો હતો. આ ઉપરાંત સૌથી ઝડપથી પાંચ હજાર રન કરનાર બેટ્સમેનોની યાદીમાં પણ જોડાયો હતો. વિરાટ કોહલીએ પોતાની કેરિયમાં હવે ર૦ સદી પુરી કરી લીધી છે. જાણકાર ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ક્રિકેટરો નક્કરપણે માની રહૃાા છે કે, વિરાટ કોહલી આવનાર સમયમાં અનેક નવા રેકોર્ડ સર્જીને બહાર આવશે અને તે એક પછી એક રેકોર્ડ કરી એવા નવા રેકોર્ડ કરશે જે ક્યારે  પણ તુટી શકશે નહીં. આંતરરાષ્ટરીય ક્રિકેટમાં ૫૦ સદીનો રેકોર્ડ તે કરી ચુક્યો છે. સચિન તેંડુલકરના રેકોર્ડના અડધા સુધી તે ખુબ ઝડપથી પહોંચી ચુક્યો છે. વનડે ક્રિકેટમાં તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી દે તેવી શક્યતા દેખાઈ રહી છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તેના દેખાવ ઉપર તમામ ચાહકોની નજર રહી હતી. આગામી દિવસોમાં આફ્રિકા સામેની શ્રેણીમાં પણ તે ધરખમ દેખાવ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આના માટે પણ તે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *