૩૧મી માર્ચ સુધી આઈટીઆર જમા કરવા આદેશ નોટબંધી બાદ વધુ રકમ જમા કરી છે તો આઈટીઆર જરૂરી

main-qimg-75452d15685f5a86ff88e745fb9e826d

ઇન્કમટેક્સ વિભાગે આજે એવા લોકોને ૩૧મી માર્ચ સુધી ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે કહ્યું છે જે લોકોએ નોટબંધી બાદ બેંકોમાં મોટી રકમ જમા કરી હતી.

આવું નહીં કરવાની સ્થિતિમાં દૃંડ અને કેસનો સામનો કરવો પડી શકે છે. વિભાગે ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંગઠનોને આજ સમય મર્યાદામાં આઈટીઆર દાખલ કરવા માટે સૂચના આપી છે. ઇન્કમ ટેક્સ વિભાગે આને લઇને તમામ મુખ્ય અખબારોમાં જાહેરાતો પણ પ્રકાશિત કરી દીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, મૂલ્યાંકન વર્ષ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ માટે વિલંબ અથવા તો સુધારાવાળા આઈટીઆર ફાઇલ કરવાનો અંતિમ સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *