૨૪ લુઇ વિત્તોં બેગનું બનેલું ટોઇલેટ છે ૬૫.૪૦ લાખ રૂપિયામાં

toilet1b

લોસ એન્જિલસ: અમેરિકાના લોસ એન્જિલસ સ્થિત એશ્ર્લી ગોરે નામની આર્ટિસ્ટે લકઝરી બ્રેન્ડ લુઇ વિત્તોંની બેગમાંથી ટોઇલેટનું કમોડ બનાવ્યું છે. લગભગ ૧૦ લાખ રૂપિયાની બ્રેન્ડેડ ૨૪ બેગ્સ અને એક સૂટકેસમાંથી આ કમોડ તૈયાર કરવામાં આવ્યું છે. બ્રાઉન અને ગોલ્ડ રંગના કમોડ સપર લૂઇ વિત્તોંનો ટ્રેડમાર્ક પણ છે. આર્ટિસ્ટે ત્રણ મહિનાની મહેનતે આ કમોડ તૈયાર કર્યું છે અને ઓનલાઇન ફેશન- સ્ટોર ટ્રેડસી પર એક લાખ ડોલર એટલે કે લગભગ ૬૫.૪૦ લાખ રૂપિયામાં વેચવા મૂકયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *