૧૯૪૮માં ગવર્નર-જનરલની ઓફીસ માટે જ આ સ્ટેમ્પ ઈસ્યુ થઈ હતી અલભ્ય ગાંધી સ્ટેમ્પની સ્ટ્રીપ રૂા.૫.૧૬ કરોડમાં વેચાઈ

મહાત્મા ગાંધી વિચાર-આચાર અને વ્યક્તિત્વની દ્રષ્ટીએ મહાન બની ગયા અને તેમની સાથેજોડાયેલી દરેક ચીજો પણ મુલ્યવાન બની ગઈ છે. ૧૯૪૮માં મહાત્માગાંધી પર જે સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી તેના સેમ્પલથી એક સ્ટેમ્પ-સ્ટ્રીપ (૪ સ્ટેમ્પ) અડધો મીલીયન પાઉન્ડ એટલે કે અંદાજે રૂા.૫.૧૬ કરોડમાં વેચાઈ છે. આ સ્ટ્રીપ તેની શ્રેણીમાં મનાય છે. તે પ્રતિ સ્ટેમ્પ રૂા.૧૦ની કિમીની છે અને સ્વતંત્રતા બાદની આ પ્રથમ સ્ટેમ્પ પૈકીની એક છે. જાંબલી રંગની આ સ્ટેમ્પમાં સર્વિસ એટલે કે સેવા શબ્દ કોતરાયેલો અને તે ગવર્નર જનરલની ઓફીસના ઉપયોગ માટે બહાર પાડવામાં આવી હતી.
વાસ્તવમાં આ પ્રકારની સિંગલ સ્ટેમ્પ અનેક ખાનગી ગ્રાહકો પાસે છે. પરંતુ ચાર સ્ટેમ્પની સ્ટ્રીપ હોય તેવું આ પ્રથમ કલેકશન છે. ભારતની આ પ્રકારની અંગ્રેજો અને તે સમયના શાસનની સ્ટેમ્પનું મોટું બજાર છે. આ ગાંધી સ્ટેમ્પ એક ઓસ્ટ્રેલીયન સંગ્રહાકરે ખરીદી છે. વાસ્તવમાં ગાંધીજી સાથે જોડાયેલી ચીજોનું એક મોટું બજાર છે. ગાંધીજીના પત્રો, તેમના ઉપયોગની ચીજો અને અવારનવાર ઓકશન હાઉસમાં ઉચી કિંમતે વેચાતા જોવા મળે છે. જે કંપનીએ આ સ્ટેમ્પ લીલામી કરી હતી તેના દ્વારા ગત વર્ષે ભારતીય એન્ટીક ચીજોમાં ૨૯ મીલીયન પાઉન્ડનો બીઝનેસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *