૧૪મીએ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પૂજા વિધિ વર્ષ-ર૦રર સુધી બુલેટ ટ્રેન દોડતી કરવાનુ મોદીનુ સપનું

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર હવે ઝડપથી કામગીરી આગળ વધવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જો અબે તેમની ઐતિહાસિક યાત્રા દરમિયાન આ મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટટ્રેન પ્રોજેક્ટ માટે ભૂમિ પૂજા વિધિ કરશે. લાખો પ્રવાસીઓ વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને જોવામાં આવે છે. આ પ્રોજેક્ટને ર૦રર સુધી અમલી કરવાની યોજના મોદી ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદમ્ય ઈચ્છા છે કે આ બુલેટટ્રેન વર્ષ-ર૦રરમા જ જે સમયે ભારત આઝાદીના ૭૫ વર્ષ પુરા કરે એ સમયે દોડતી થઈ જાય. આ અંગેની મળતી વિગતો અનુસાર,ગુરૂવારના રોજ અમદાવાદના સાબરમતી સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટટ્રેનના પ્રોજેકટ માટે ભુમિપુજન કરવા જઈ રહૃાા છે એવા સમયે કુલ રૂપિયા ૧ લાખ ૧૦ લાખ કરોડની કિંમતમાં પુરા થનારા આ પ્રોજેકટની ડેટલાઈન વર્ષ-ર૦ર૩ રાખવામા આવી છે.આ પ્રોજેકટ પાછળ થનારા કુલ ખર્ચ પેટે જાપાન તરફથી રૂપિયા ૮૮,૦૦૦ કરોડની લોન ભારતને ૦.૧ ટકા વ્યાજ સાથે આપવામા આવશે જે ભારતે ૫૦ વર્ષમા પરત કરવાની રહેશે.

હાલમા મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી મુંબઈ ટ્રેન માર્ગે પહોંચવામા સાત કલાક જેટલો સમય લાગે છે એના બદલે આ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ માત્ર ત્રણ કલાકના સમયગાળામા પહોંચી જવાશે.શરૂઆતના સ્ટેજમા આ બુલેટ ટ્રેનમાં ૧૦ કાર રાખવામા આવશે જેના દ્વારા એક સાથે ૭૫૦ લોકો અવર જવર કરી શકશે.પાછળથી તેની ક્ષમતામા વધારો કરીને ૧ર૦૦ લોકો બેસી શકે એ પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે.પ્રોજેકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ ઉત્સાહિત છે તેમની ઈચ્છા છે કે વર્ષ-ર૦રરમાં ભારત તેની આઝાદીના ૭૫ વર્ષ પુરા કરવા જઈ રહૃાુ છે એજ વર્ષમાં ઓગસ્ટ માસમા આ બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડતી થઈ જાય. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાકના ૩ર૦ થી ૩૫૦ કિલોમીટરની હશે.આ  બુલેટ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોંપલેક્ષથી ઉપડી થાણે,વિરાર, વાપી, સુરત,ભરૂચ,વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે.

સૂત્રોના કહેવા મુજબ,હાલ ભાડાના દર નકકી કરવામા આવ્યા નથી આમછતાં પણ રૂપિયા ર૭૦૦થી ૩,૦૦૦ સુધીના દર રાખવામા આવી શકે છે.આ સાથે જ ટ્રેન અંગેના જરૂરી તમામ પાર્ટસ ભારતમા મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામા આવશે જેમા જાપાનના નિષ્ણાતો ટેકનીકલ મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *