૧૩ લાખમાં વેચવાનું છે આખેઆખું ટોઇલેટ-સીટનું આર્ટ-મ્યુઝિયમ

09102017-md-gm-34b

ટોઇલેટ-સીટને આપને ભલે યુઝલેસ માનતા હોઇએ, પણ એક અમેરિકને એમાંથી આર્ટ તૈયાર કરી છે. આખું જીવન ટોઇલેટ-સીટોને શણગારીને અવનવા પીસ તૈયાર કરવાનું પેશન ધરાવતા અમેરિકાના ટેકસસ રાજ્યના ૯૬ વર્ષના બાર્ની સ્મિથ નામના ભાઇએ અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ ટોઇલેટ-સીટ ભેગી કરી છે. આ દરેક સીટને હાથેથી ડેકોરેટ કરવામાં આવી છે. આ આર્ટનું મ્યુઝિયમ પણ ખુલ્લું મુકાયું છે. લગભગ પચાસ વર્ષથી ટોઇલેટ-સીટનું અનોખું મ્યુઝિયમ ચાલે છે અને એમાં ઉત્તરોત્તર આર્ટનો વધારો થતો રહ્યો છે. જો કે હવે આ ભાઇએ પોતાના ફેસબુક-અકાઉન્ટ પર મ્યુઝિયમ વેચવાની ઓફર મુકી છે. બાર્ની હવે ઓલ્ડ એજને કારણે નવાં આર્ટવર્ક તૈયાર નથી કરી શકતા અને આ બધું મેનેજ કરવામાં પણ તેમને મુશ્કેલી પડી રહી છે. હવે ઉંમરને કારણે તેમને પોતાની આર્ટને વિરાસત વેચી નાખવી છે અને એ માટે તેમને ૧૧ થી ૧૩ લાખ રૂપિયામાં કોઇ લેવાલ મળે એવી ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *