૧૧મીએ માળિયામિયાણાથી ખેડૂતયાત્રા, ૧૯મીએ અમદાવાદમાં સંમેલન નર્મદાનીર માટે ખેડૂતો લડતના માર્ગે

નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ નીર આપવા નનૈયો અને ઉદ્યોગોને ગેરકાયદે ફાળવણી એવું સરકારનું વલણ ગેરવ્યાજબી હોવાના રોષ સાથે ૧૧મીથી ખેડૂતયાત્રા શરૂ થવા જઇ રહી છે તેના સમાપન પછી ૧૯મીએ અમદાવાદમાં ખેડૂત સંમેલન પણ યોજાનાર છે. ઉદ્યોગોના વોટર કનેકશન કાપી નાખવા પણ ખેડૂતોની તૈયારી છે.
નર્મદા ડેમમાં પાણી સુકાયા છે.આગામી દિવસોમાં ગુજરાતમાં જળસંકટ સર્જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છ.ભાજપ સરકારે પણ ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા સલાહ આપી છે ત્યારે નારાજ ખેડૂતો હવે ભાજપ સરકાર સામે બાંયો ખેંચવા તૈયારી કરી રહ્યાં છે.
૧૯મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં ખેડૂત સંમેલન યોજવા આયોજન થઇ રહ્યુ છે. પાણીની ખેંચના બહાને ગુજરાત નર્મદા નિગમે નર્મદા કેનાલ પર પોલીસ પહેરો ગોઠવી દીધો છે.એટલુ જ નહીં,કેનાલ પર પાણી કનેકશન પણ કાપવાનુ શરૃ કરાયુ છે. ખેડૂતોનો આક્ષેપ છેકે, ઉદ્યોગોને હજુય ગેરકાયદેસર રીતે પાણી આપવામાં આવી રહ્યુ છે જયારે ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવામાં ઠાગાઠૈયા કરવામા આવી રહ્યાં છે.
ગુજરાત ખેડૂત સમાજના આગેવાન સાગર રબારીનું કહેવુછેકે,૧૧મીથી કચ્છના માળિયામિયાણાની મુખ્ય નર્મદા કેનાલથી ખેડૂત યાત્રાનો પ્રારંભ થશે. ચાર દિવસ સુધી કેનાલની આસપાસના ખેડૂતોને સિંચાઇના પાણીની શુ મુશ્કેલી છે,નર્મદા નિગમના અધિકારી-પોલીસ દ્વારા થતી કનડગત, ઉપરાંત ઉદ્યોગોને કયાંથી પાણી અપાય છે તેના પુરાવા વિડીયો રેકોર્ડિંગ કરીને એકત્ર કરવામાં આવશે. આ પુરાવા એકત્ર કર્યા બાદ ખેડૂતો ઉદ્યોગોને અપાતા પાણીના કનેકશન કાપવાનો કાર્યક્રમ ઘડી કાઢશે. ચાર દિવસની યાત્રા બાદ કચ્છથી માંડીને અમદાવાદ જીલ્લામાં ખેડૂતોને પાણીની સમસ્યાનો ચિતાર મેળવાશે ત્યાર બાદ અમદાવાદમાં જ એક ખેડૂત સંમેલન યોજાશે. આમ,નર્મદાના પાણીના મુદ્દે ખેડૂતો સરકાર સાથે સંઘર્ષમાં ઉતરવા તૈયારી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *