૧૦ વર્ષે જાણ થઇ ‘જીવલેણ’ ભૂલની

bresis

પર્થ: કુદરતી રીતે જો દાંત વાંકાચૂકા કે આગળ પડતા ઊગ્યા હોય તો ઓર્થોડોન્ટિસ્ટ પ્રકારના ડોકટરો એક પાતળો વાયર અને બ્રેસિસની મદદથી એને પાછળની દિશામાં પ્રેશર આપીને બાંધી રાખે છે. જેથી ધીમે ધીમે દાંત નોર્મલ સ્થિતિમાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી ૩૦ વર્ષની એક યુવતીને પણ આવી જ સમસ્યા હતી પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડયો. હોસ્પીટલમાં તપાસ કરાવી ત્યારે સૌના આઘાત વચ્ચે ખ્યાલ આવ્યો કે તેના પેટમાં ધાતુના વાયર જેવું કશુંક છે. ડોકટરોએ તાત્કાલિક એ યુવતીનું ઓપરેશન હાથ ધર્યુ અને અંદરથી સાત સે.મી. લાંબો ધાતુનો પાતળો વાયર બહાર કાઢયો. એ વાયર તેના બોવેલમાં ખૂંચી ગયેલો અને એટલે તજ તેને ભયંકર દુખાવો થઇ રહ્યો હતો. ત્યારે વાયરની સાથે સીક્રેટ પણ બહાર આવ્યું કે આજથી દસ વર્ષ પહેલાં તે દાંત પર બ્રેસિસ પહેરતી હતી, પરંતુ તે કયારે એ વાયર ગઇ ગઇ હશે એનો એ યુવતીને હજી સુધી ખ્યાલ આવ્યો નથી. જો કે સારી વાત એ થઇ કે એ વાયર તેનાં અંદરનાં અંગોમાં કોઇ કાયમી નુકસાન પહોચાડે એ પહેલાં એને કાઢી લેવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *