હેલોવીન નાઇટમાં ડોકટરે જોકરના વેશમાં પેશન્ટની ડિલિવરી કરાવી

jokerb

અમેરિકાના નેશવિલ શહેરમાં હેલોવીન ફેસ્ટીવલ દરમ્યાન હેની કાઉન્ટી મેડીકલ સેન્ટરમાં ડો.પોલ લોકસ પોતાની હોસ્પીટલમાં જોકરના વેશમાં ફરતા હતા એવા સમયે જોસેફ નામનો યુવક તેની પત્ની બ્રિટનીને લેબર પેઇન સાથે લઇને ઇમર્જન્સી સાથે આવ્યો.
ડોકટર તરત જ ડિલીવરી કરાવવા માટે કપડાં બદલવા જવા લાગ્યા ત્યારે બ્રિટની અને જોસેફે તેમને એમ કરતાં રોકયા. તેમનું કહેવું હતું કે ડોકટર જોકરના વેશમાં જ ડિલીવરી કરાવશે તો તેમને વધુ ગમશે. એક તો બ્રિટની પાસે સમય ઓછો હતો અને બીજું તેમને લાગતું હતું કે તેમનું સંતાન પૃથ્વી પર અવતરીને પહેલો ચહેરો ડોકટરોનો જોવાને બદલે જોકરનો જોશે તો તેને પણ એ ગમશે. યુગલને એક દીકરી જન્મી અને તેની ડિલીવરી જોકરના મેકઅપવાળા ડોકટરે કરાવી. જોસેફે ડોકટર અને બેબી સાથે સેલ્ફી પણ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *