હું દોષિત હોવ તો ફાંસી પર ચઢાવી દો:સુશીલકુમાર નારાજ

c1

બે વાર ઓલંપિક ચેપિયન પહલવાન સુશીલ કુમારની વિરૂધ્ધ પોલીસે મામલો દાખલ કર્યો છે.તેના પર પહલવાન પ્રવીણ રાણાથી મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર સુશીલે કહ્યું કે જો તે દોષીત જણાય તો ફાંસી પર ચઢવા માટે તૈયાર છે. પોલીસના જણાવ્યા અનુસાર સુશીલની વિરૂધ્ધ તેમના હરીફ પ્રવીણ રાણાએ ફરિયાદ દાખલ કરાવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે ઇન્દિૃરા ગાંધી સ્ટેડિયમમાં સુશીલ કુમાર અને તેમના સમર્થકોએ રાણાની સાથે મારપીટ કરી હતી. તેમના ભાઇને પણ માર મારવામાં આવ્યો છે.કહેવાય છે કે આ ધટના ત્યારે બની જયારે આગામી વર્ષ યોજાનાર રાષ્ટ્રમંડલ ખેલો માટે કુશ્તીની પસંદગી ટ્રાયલ થઇ હતી.

સુશીલ ઉપરાંત રાણાએ પાંચ અન્ય લોકોની વિરૂધ્ધ પણ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસે આવતીકાલે સોમવારે રાણા અને આરોપી સુશીલને નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે. રાણાએ પોતાની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ સુશીલ સામે િંરગમાં ઉતરવાનો ઇન્કાર કર્યો અને સ્ટેડિયમની આસપાસ પણ જોવા પર જાનથી મારવાની ધમકી આપી.

પોતાની વિરૂધ્ધ થયેલ એફઆઇઆરને વાંચ્યા બાદ સુશીલકુમારે  કહ્યું કે જો એક નજરે જોનાર પણ તેમની વિરૂધ્ધ સાક્ષી આપે છે તો તે પરિણામ ભોગવવા માટે તૈયાર છે.તેમણે કહ્યું કે જો હું દોષિત છું તો મને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. તેમણે કહ્યું કે મુકાબલા બાદ પ્રવીણને તે મળવા પણ ગયા ન હતાં. તે પોતાનો ડ્રેસ બદલવા માટે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે રેસ્ટિંલગ હોલમાં હતો આથી તેમને માર પિટ કરવાનો  સવાલ જ ઉભો થતો નથી  સુશીલે કહ્યું કે એફઆઇઆર દાખલ કરાવી પ્રવીણ તેમનું કુશ્તીથી ધ્યાન ભટકાવવા માંગે છે.મેં તેના માટે વ્યાકુલ નથી હું આ મામલાનો હિસ્સો પણ નથી મેં પ્રવીણની જેમ નીચે ઉતરીશ નહીં. મને આપણી પોલીસ પર પુરો વિશ્ર્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *