હિંમતનગરમાં શગુન સ્કેવર કંપનીના મનીષ શાહ સામે કરોડોની ઉચાપતની રાવ

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવતને રાજસ્થાનના વધુ એક શખ્સ્ો ગુજરાતમાં સાબિત કરી છે. અગાઉ માઉન્ટ આબુમાં અર્બુદા ક્રેડિટ કો.ઓ. સોસાયટી ખોલીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના હજારો ભોળીયા અને લોભીયા લોકોને કરોડો રૂપિયા રાકેશ અગ્રવાલ ઉર્ફે બોબી નામના શખ્સ્ો ચાંઉ કરી દીધા હતા. જે ઘટના હજુ તાજી છે તો મૂળ રાજસ્થાનનો અને છેલ્લા દાયકાથી હિંમતનગરમા રહેતા મનીષ શાહ ઉર્ફે મનીષ મહેશ્વરી નામના શખ્સ્ો અને તેના એજન્ટોએ હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરિંપડી આચરી હોવાની ફરિયાદ સીઆઈડીને થઈ હોવાની વિગતો બહાર આવી છે. માત્ર સાબરકાંઠા જિલ્લામાં જ નહીં ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, ગોધરા, અરવલ્લી અને વડોદરા જ્યાં જ્યાં તેના એજન્ટો પથરાયેલા હતા તે તમામ વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે.

રાજકીય પીઠબળ ધરાવતા અને બાઉન્સરોના શોખીન મનીષ સામે થયેલ ફરિયાદની તપાસ પોલીસ કરે છે કે ફીડલુવાળી દે છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. તેની સ્કીમોમા રોકાણ કરનારાની ઊંઘ ઊડી ગઈ છે.

હિંમતનગરમાં શગુન બિલ્ડ સ્કેવર કંપની ધરાવતા મનીષ શાહ અને તેમના એજન્ટોએ લોકો પાસેથી એકના ડબલ કરવાની સ્કીમમાં ત્રણ વર્ષમાં એકના ડબલ કરવામાં કરોડો રૂપિયાની ડિપોઝીટ ઉઘરાવી છે. તે વિસ્તારના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. કારણ કે શગુનના માલિક સામે કરોડો રૂપિયા ચાંઉ કર્યાની સીઆઈડીમાં ફરિયાદ થઈ છે. આ પ્રકરણમાં મનીષ શાહ જણાવે છે કે તેણે કોઈની સાથે છેતરિંપડી કરી નથી. તેઓ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહૃાાં છે, પરંતુ આ પ્રકરણની ચર્ચા થઈ રહી છે.

આ બાબતમાં વડાલી તાલુકાના ધરોઈ રોડ પાસે ગાજીપુરની મયૂર પંખ વીલા નામની ૧૩૦ વીઘા જમીનમાં રૂા.પાંચ હજારના માસિક હપ્તે પ્લોટ અને રૂા.૩ હજારની ક્લબ મેમ્બરશીપ જેવી લોભામણી સ્કીમનો પર્દૃાફાશ થઈ શકે છે. શગુન લોકો માટે અપશુકન સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *