હનીપ્રીતની તકલીફ હજુ પણ યથાવત પંચકુલા હિંસામાં હનીપ્રીતના પોલીસ રિમાન્ડ વધારાયા

honeypreet

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ અને બળાત્કારના મામલામાં દોષિત જાહેર થયેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા ગુરમિત રામ રહીમની સૌથી નજીકની વિશ્ર્વાસુ અને દત્તક લીધેલી પુત્રી હનીપ્રીતની પોલીસ રિમાન્ડની અવધિ વધારી દેવામાં આવી છે. પંચકુલા કોર્ટમાં થયેલી રજૂઆત દરમિયાન હનીપ્રીત અને સુખદીપ કૌરની પોલીસ રિમાન્ડની અવધિને ત્રણ દિવસ માટે વધારી દેવામાં આવી હતી. બંનેને આ પહેલા પંચકુલા કોર્ટમાં સઘન સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવી હતી. દેશદ્રોહની આરોપી હનીપ્રીતને ત્રીજી ઓક્ટોબરના દિવસે જીરકપુર-પટિયાલા રોડથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ૩૮ દિવસથી ફરાર હતી. પંચકુલા કોર્ટે તેને ચોથી ઓક્ટોબરના દિવસે છ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર સોંપી દીધી હતી પરંતુ પોલીસને માહિતી મળી ગઈ હતી કે, હનીપ્રીત પાસેથી વહેલીતકે કોઇ માહિતી કઢાવી સરળ રહેશે નહીં જેથી પોલીસ રિમાન્ડના બે દિવસની અંદર જ પંચકુલા પોલીસે હાથ ઉંચા કરી લીધા હતા. પોલીસ રિમાન્ડમાં હવે વધારો કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કે એસ ચાવલાનું કહેવું છે કે, હનીપ્રીત તપાસમાં બિલકુલ સહકાર કરી રહી ન હતી.  પોલીસને પણ આવી શંકા હતી. પોલીસની પાસે એવી માહિતી પણ મળી રહી હતી. કે, હનીપ્રીત ચોક્કસપણે હિંસામાં સામેલ રહી છે. ત્યારબાદ પોલીસે તપાસની દિશા બદલી દીધી હતી. હનીપ્રીત અને સુખદીપની પુછપરછ કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ સુખદીપ કૌરને ચોક્કસપણે કેટલીક માહિતીઓ હતી જે આપવામાં તે સફળ રહી હતી. પુછપરછ દરમિયાન હનીપ્રીતને ૮૫થી વધુ પ્રશ્ર્નો કરવામાં આવી ચુક્યા છે. બાબને સજા ફટકારવામાં આવ્યા બાદ પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં ૩૮થી વધુ લોકોના  મોત થયા હતા અને જાનમાલનું પણ ભારે નુકસાન થયું હતું. હનીપ્રીતની પુછપરછ માટે કોર્ટને મળેલી છ દિવસની રિમાન્ડની અવધિ આજે પૂર્ણ થઇ હતી. આજ કારણસર પોલીસ વહેલીતકે તેની પાસેથી પંચકુલા હિંસાના સંદર્ભમાં કાવતરા અંગે માહિતી મેળવી લેવાના પ્રયાસ કર્યા હતા. ર૫મી ઓગસ્ટના દિવસે પંચકુલામાં હિંસા થયા બાદ તે ૩૮ દિવસ સુધી ક્યા રહી હતી તેને પૈસા ક્યાંથી મળ્યા હતા તે સંદર્ભમાં પુછપરછ ચાલી રહી છે. ર૫મી ઓગસ્ટના દિવસે રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. હિંસા મામલામાં પંચકુલાના સેક્ટર ર૩ પોલીસ સ્ટેશનમાં એસઆઈટીએ હનીપ્રીતની હાલમાં પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી જ્યારે હનીપ્રીતે તકલીફ હોવાની વાત કરી ત્યારે એસઆઈટી દ્વારા પુછપરછ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ હનીપ્રીતને ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *