સ્વાઈન ફલુના દર્દીનું મોત થતાં બેદરકારી બદલ ડોકટર સસ્પેન્ડ થશે

સોલા સિવિલ હોસ્પિટલની આઈ.સી.યુ. એમ્બ્યુ લન્સમાં ઓકસીજન નહીં હોવાથી સ્વાઈન ફલુની સારવાર માટે દાખલ કરાયેલા ૧૯ માસના બાળકનું મોત થવા અંગેના વિવાદના સંદર્ભમાં ડોકટરની બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ સરકારે સિવિલ હોસ્પિટલના સીનીયર રેસીડેન્ટ ડોકટર મિતેષ રામાવતીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત બેદરકારી દાખવનારા અન્ય સંકળાયેલા સામે પણ પગલંં લેવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
બાળકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે, બાળકને અસારવા સિવિલમાં ખસેડાયો હતો ત્યારે આઈસીયુ એમ્બ્યુલન્સમાં ઓકસીજન સપ્લાય નહોતો પણિામે બાળકનું મોત થયું છે. જ્યારે શિક્ષણ વિભાગના નાયબ નિયામક રાઘવેન્દ્ર દીક્ષીતે જણાવ્યું હતું કે, ડોકટરના સસ્પેન્શન માટે ઉચ્ચ ઓથોરીટીની સાઈન માટે ફાઈલ મુકવામાં આવી છે. લીમડી ગામના પ્રવિણભાઈ પગીનો ૧૯ માસના બાળક દર્શનને સ્વાઈન ફલુના લક્ષણો દેખાવાના કારણે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાં તેની તબિયત વધુ બગડતાં અસારવા સીવીલમાં તેને ખસેડવા માટે ગયા શનિવારે તજવીજ હાથ ધરાઈ હતી. આ બાળકને ખસેડવા એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી. પરંતુ આ બાળકને સોલા સિવિલમાંથી અસારવા સિવિલ હોસ્પિટલમાં પહોંચતો કરવામાં આવે તે પહેલાં જ બાળક માટે આવેલી એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં અસારવા પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. કારણ કે, આ એમ્બ્યુલન્સમાં ઓકસીજનની વ્યવસ્થા નહોતી.
આમ આ પ્રક્રિયા દરમ્યાન બાળકનું મરણ થતાં પરિવારજનોએ હોસ્પિટલ અને સ્ટાફ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને ઉદાસીનતા અંગે આરોપ મુકીને હોહા મચાવી હતી. છેવટે સેાલા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. આમ બાળકની તબીયત સોલા સિવિલમાં વધુ બગડતા અસારવા સીવીલમાં ખસેડવા નક્કી કરાયું હતું. દરમ્યાનમાં એમ્બ્યુલન્સમાં સિવિલ પહોંચે તે પૂર્વે આ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના પિતા પ્રકાશભાઈ પગીએ હોસ્પિટલના તબીબો ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે ડોકટરો બેદરકારી, નર્સના મનસ્વી વર્તન અને સમયસરની સારવારના અભાવે તેમજ એમ્બ્યુલન્સમાં ઓકસીજન ખલાસ હોવા છતાં આ અંગે કોઈ પગલાં નહીં લેવાતાં તેમજ બેદરકારી અંગે ફરિયાદ કરી સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે.
આ ઘટનામાં સોલા સિવીલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. એચ.કે. ભાવસારે જણાવ્યું હતું કે, ડોકટરના સસ્પેન્શન અંગે કોઈ લેખિત ઓર્ડર કે માહિતી આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *