સ્નેપચેટના CEOએ સ્ટાફને આપી ૨૬ કરોડની ન્યૂ યર પાર્ટી

snapchatb

દુનિયાભરમાં લોકોએ અલગ અલગ અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું. પરંતુ સ્નેપચેટના એમ્પ્લોઈઝ માટે આ ન્યૂ યર યાદગાર બની ગઈ હશે. કંપનીના CEO ઈવાન સ્પીગલે પોતાના સ્ટાફને કરોડો રુપિયા ખર્ચીને ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યુ હતું.  ઈવાનને બોસ ઓફ ધ યરનો અવોર્ડ મળવો જોઈએ.

આ પાર્ટીમાં શામેલ થવા માટે દુનિયાભરથી સ્નેપચેટના લગભગ ૫૦૦૦ કર્મચારીઓ લોસ એન્જલસ પહોંચ્યા હતા. ઈવાને આ પાર્ટી પાછળ ૪ મિલિયન ડોલર એટલે કે લગભગ ૨૬ કરોડ રુપિયા ખર્ચ કર્યો છે. ઈવાને પાર્ટી માટે લોસ એન્જલ્સમાં માઈક્રોસોફ્ટ થિએટર, પ્લશ બોલિંગ એલી અને રેસ્ટોરાં રેન્ટ પર લીધા હતા.

પાર્ટીમાં ફૂડ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. આટલું જ નહીં, રેપ સ્ટાર ડ્રેકે પણ પર્ફોર્મ કર્યુ હતું. જો તમને લાગતું હોય કે આ બધું કંપનીના ખર્ચે થયું હશે તો તમે ખોટા છે. કંપનીના ૨૭ વર્ષીય CEO ઈવાને પોતાના તરફથી આ પાર્ટી આપી હતી.

ઈવાનની સંપત્તિ લગભગ ૩.૫ બિલિયન ડોલર છે. સ્નેપચેટની ટક્કર ફેસબુકની એપ ઈન્સ્ટાગ્રામ સાથે છે અને સ્નેપચેટ કરતાં ઈન્સ્ટાગ્રામ આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *