સ્ટેટ મોનીટિંરગ સેલની ગાંધીનગરની ટીમ દ્વારા ભથવાડા ટોલનાકા પાસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

નાકાબંધી દરમ્યાન સ્ટેટ મોનીટિંરગ સેલ ગાંધીનગરની ટીમે દે.બારીયા તાલુકાના અસાયડી ગામ પાસે ભથવાડા ટોલનાકા નજીક રોડ પર વડોદરાના બે ઈસમોને રૂપિયા ૧,૦૩,ર૦૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ તેમજ રૂપિયા ર લાખની કાર મળી ૩,૦૮,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જિલ્લા પોલીસ સૂત્રોે દ્વારા જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુર ગામેથી કારમાં વડોદરાના બે ઈસમો વિદેશી દારૂનો વિપુલ જથ્થો લઈ આવનાર હોવાની સ્ટેટ મોનીટિંરગ સેલ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે ગત રોજ સવારથી જ ટીમે ભથવાડા ટોલનાકા નજીક ધામો નાંંખ્યો હતો.

દરમ્યાન બાતમીમાં દર્શાવેલ જીજે૦૬સીબી-૭૭૭૪ નંબરની કાર દૂરથી આવતી જોવાતાં જ નાકાબંધીમાં ઊભેલા પોલીસ જવાનોએ કાર રોકી અંદર નજર કરતાં જ વિદેશી દારૂનો વિપુલ જથ્થો નજરે પડતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને પોલીસે ગાડીમાં બેઠેલ ચાલક સહિત બે જણાની પૂછપરછ કરતા તેઓએ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર ગામના દારૂના એક ઠેકા પરથી લાવ્યાનું જણાવ્યુ હતું તેમજ તેઓના નામ પૂછતાં તેઓએ પોતાના નામ રનુ રાજેન્દ્રકુમાર કોઠારી (ઉ.વ.૩૯) રહે. બ્લોક નં. ર, રૂંમ નંબર-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શ્રેણીક પાર્ક પાસે, ગાય સક્રલ, અકોટા સ્ટેડિયમ રોડ, અકોટા વડોદરા તેમજ રાજ વિનોદભાઈ કોઠારી (ઉ.વ.૧૯) રહે. બ્લોક નં.-૬, રૂમ નંબર-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શ્રેણીક પાર્ક પાસે, ગાય સર્કલ, અકોટા સ્ટેડિયમ રોડ, અકોટા, વડોદરા જણાવ્યું હતું.

પોલીસે ઝડપી પાડેલ કારમાંથી રૂપિયા ૧,૦૩,ર૦૦/-ની કુલ કિંમતની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો અને રૂપિયા ૩,૦૮,૭૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *