સ્ટાર પ્લસનો નવો શો ‘આરંભ’ બે સભ્યતાની વચ્ચે થતી ટક્કરની વાત રજૂ કરશે

L to R - Director Goldie Behl, Joy Sen Gupta as Arvamudan, Tanuja Mukerji, debutant Karthika Nair as Devsena, Hannssa Singh as Dayalini and Producer Srishti Arya at the launch of Aarambh on Star Plus

બાહુબલી તથા બાહુબલી-૨ જેવી ફિલ્મોના લેખક કે.વી. વિજયેન્દ્ર સ્ટાર પ્લસ પર એક શો રજૂ થશે. આ શ્રેણીની વાર્તા બે સભ્યતા વચ્ચે થનાર ટકરાવને રજૂ કરશે. જેની શરૂઆત અસ્તિત્વ સંબધિત બે અલગ-અલગ જરૂરિયાતના કારણે હોય છે. આ શ્રેણીમાં વાર્તા આ સમયની છે જ્યારે દ્રવીડ ભારતીય ઉપમહાદ્રીપમાં રાજ કરતા હતાં. અને આર્ય સપ્તસિંહની તલાશમાં હતાં. દ્રવીડોની પાસે ઉપજાઉ ભૂમીથી લઈ બહુ હતુ જ્યો આર્યને એ ભૂમીની ખોજ હતી જ્યાં તેમનો વંશ વિકાસ કરી શકે. દ્રવીડો હંમેશાથી ભાગ્યશાળી હતા. તેમનો સમાજ ઘણો કડક હતો કારણ કે, તેઓ કશુ ગુમાવવા માંગતા ન હતાં.
દ્રવીડ પક્ષમાં આપણને દેવસેનાને જોવાની તક મળશે. તે સરળ અને જિંદાદિલ જીવનને પસંદ કરે છે. ભવિષ્યની મહારાણીના રૂપમાં તે આર્ય સાથે પોતાના વંશની રક્ષા કરવા માટે કર્તવ્યમાં બંધાઈ જશે. વરૂણ દેવ એક યોધ્ધા છે. દેવસેના (કાર્તિકા નાયર) એક યોદ્ધાના સ્વરૂપમાં નજરે પડશે. દરેક વીક એન્ડ પર પ્રસારિત થનાર આ શ્રેણીમાં તનુજા મુખર્જી હાહુમાના સ્વરૂપમાં ટીવીની દુનિયામાં આધ્યાત્મિક નેતા છે આ મુદ્દે તેણે કહ્યું આ ભૂમિકા અલગ પ્રકારની છે શ્રેણીની શરૂઆતમાં પ્રેમ, ઈર્ષા, ગર્વ, લાલચ વગેરે રંગ જોવા મળશે
આ પ્રોજેકટ વિશે લેખક વિજયેન્દ્રે જણાવ્યું કે, આ પરાક્રમની સમાંતર દુનિયાનું નિર્માણ છે શ્રેણીમાં વિજ્યુઅલ ઉત્કૃષ્ટતા જોવા લાયક હશે. શ્રેણીમાં માનવીય ભાવનાઓ તથા નાટકીય વિષય વસ્તુઓ જોવા મળશે. જેથી દર્શકોનું મનોરંજન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *