સૌથી વધુ ૪૦ ટકા નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ

ગુજરાત બનાવટી નોટોનો અડ્ડો બન્યુ હોય તેમ નોટબંધી દરમ્યાન પકડાયેલી નકલી નોટો પૈકી ૪૦ ટકા માત્ર ગુજરાતમાંથી જ પકડાઈ હોવાનો રીપોર્ટ જારી થયો છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે નોટબંધી બાદ ચલણમાં મુકવામાં આવેલી ૨૦૦૦ ની પણ નકલી નોટો પકડાઈ જ છે તેમાંથી ૪૦ ટકા માત્ર ગુજરાતમાં પકડાઈ છે. સમગ દેશમાં ૬૬,૯૨,૦૦૦ ની ૨૦૦૦ ના દરની બનાવટી નોટો પકડવામાં આવી હતી.
૯ નવેમ્બરથી ૭ માર્ચના સમયગાળાની આંકડાકીય માહીતી મુજબ ૨૬,૪૨,૦૦૦ ની નોટો ગુજરાતમાંથી પકડવામાં આવી હતી. ગુજરાતમાંથી ૨૦૦૦ ની ૧૩૨૧ બનાવટી નોઠો પોલીસે પકડી હતી જયારે બે રીઝર્વ બેન્કમાં પહોંચી હતી આ મામલામાં જુદી જુદી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ૧૨ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સમગ્ર દેશમાં બનાવટી નોટો મામલે કુલ ૬૪ વ્યકિત સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસનો એવો દાવો છે કે વ્યાપાર ધંધાની પ્રવૃતિ મોટી હોવાથી ગુજરાત બનાવટી નોટો માટે હોટબેડ બની રહે છે.મોટાભાગે બાંગ્લાદેશ કે પશ્ર્ચિમ બંગાળ માર્ગે બનાવટી નોટો ગુજરાતમાં ઘુસાડવામાં આવતી હોય છે. મોટા વેપાર ધંધાને કારણે નકલી નોટો ઘુસાડવાનું સરળ બની રહેતુ હોય છે.
બનાવટી નોટોના કાવતરામાં ઘણા આરોપી શખ્સો પશ્ર્ચિમ બંગાળના માલદા અથવા રાજયના અન્ય ભાગોમાંથી પકડાયા છે ગુજરાતના મોટા શહેરો ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા મહાનગરોમાં પણ તે ઘુસાડવામાં આવતી હોય છે. ગુજરાતમાં પ્રજા અને પોલીસ વધુ સાવધ અને જાગૃત રહેતી હોવાથી બનાવટી નોટોના ષડયંત્રો પકડાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *