સોમાલિયામાં ભયાવહ દુષ્કાળ: બે દિવસમાં ૧૧૦ લોકોને ભરખી ગયો

4

બાબરી વિધ્વંસ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓના ભાવિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમને આ મામલામાં ફરીથી કાવતરાના આરોપી તરીકે બનાવી શકાય છે. બાબરી વિધ્વંસ મામલામાં તેમની સામે ચાલી રહેલા કેસ મામલામાં રરમી માર્ચના દિવસે ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ મામલામાં આરોપીઓની સામે ટ્રાયલમાં થઈ રહેલા વિલંબ મુદ્દે સુપ્રિમ કોર્ટે આજે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઝડપી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. ઝડપી તપાસના સંકેત સુપ્રિમ કોર્ટે પરોક્ષ રીતે આપ્યા હતા. આ સંબંધમાં કોર્ટ રરમી માર્ચના દિવસે સુનાવણી હાથ ધરનાર છે. સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે આની સાથે જોડાયેલા બે મામલાની સુનાવણી સંયુક્ત રીતે એક જ અદાલતમાં થવી જોઈએ. આજે કોર્ટે સંકેત આપ્યો હતો કે ભાજપના ૧૩ નેતાઓ અને અન્ય હિન્દુવાદી સંગઠનના નેતાઓને ૧૯૯રના બાબરી વિધ્વંસ મામલામાં કાવતરાના આરોપી બનાવવામાં આવી શકે છે. સુપ્રિમ કોર્ટે એવો સંકેત પણ આપ્યો હતો કે રરમી માર્ચના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. સુપ્રિમ કોર્ટે આ સંકેત સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી એવી અરજી પર સુનાવણી વેળા આપ્યો હતો જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧૦માં હાઈકોર્ટે ભાજપના નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણિંસહ સહિત અન્ય નેતાઓને અપરાધીક કાવતરાના મામલામાંથી મુક્તિ આપી દીધી હતી. આ નેતાઓમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ પણ સામેલ છે. સુપ્રિમ કોર્ટે સીબીઆઈને એવું સૂચન પણ કર્યું છે કે રાયબરેલી અને લખનૌમાં ચાલી રહેલા મામલાઓને ક્લબ કરી લેવામાં આવે. કોર્ટે કહ્યું છે કે મામલાની સુનાવણી લખનૌમાં હાથ ધરાશે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના દિવસે બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી. તે વખતે કલ્યાણિંસહ મુખ્યમંત્રી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *