સોમનાથમાં બે દિવસ બેઠક ચાલશે ભાજપ પ્રદેશ કારોબારીની આજથી બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આક્રમક તૈયારી વચ્ચે આવતીકાથી સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાજપ પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઇ રહી છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ શાનદાર દેખાવ કરવાના વિવિધ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પાર્ટીની સ્થિતીને વધારે મજબુત કરવાનો મુદ્દો આ બેઠકમાં છવાશે.

ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં પાર્ટીના તમામ ટોચના નેતા ભાગ લેનાર છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજરી આપનાર છે. વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા કહૃાુ છે કે ભાજ પ્રદેશ કારોબારીમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ ઉપરાંત સંગઠનાત્મક બાબતો, જીલ્લા મહાનગરમાં થયેલ કાર્યક્રમોનું રીપોર્ટીગ અને પક્ષના આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા હાથ ધરાશે. સોમનાથ ખાતેથી આ પ્રદેશ કારોબારીમાં ૫૦૦ કરતા વધુ સદસ્યો ઉપસ્થિત રહેશે.આપણુ ગુજરાત સર્વાંગી વિકાસના શિખરે પહોંચે તે માટે ભગવાન સોમનાથદાદાના સાનિધ્યમાં ૧૫૦ સીટ ભાજપા જીતે તે માટેનો વિજય સંકલ્પ કરાશે. ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. ર૧ અને રર એપ્રિલના રોજ સોમનાથદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડૉ.દિનેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં યોજાશે. કારોબારીની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા. ર૦ એપ્રિલે પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, જીલ્લા મહાનગરના પ્રભારીઓ અને પ્રમુખઓની બેઠક યોજાશે. જેમાં કારોબારીના મુસદ્દા તેમજ પ્રસ્તાવો અંગેની ચર્ચા વિચારણા હાથ ધરાશે. બે દિવસીય પ્રદેશ કારોબારીના પ્રથમ દિવસે સ્વાગત પ્રવચન તથા એક પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે, તા. રર એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહીને સમાપન માર્ગદર્શન આપશે. તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના પૂર્વ પ્રભારી ડૉ.દિનેશ શર્માનું સન્માન તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશના નવનિયુક્ત પ્રભારી ભુપેન્દ્ર યાદવનું સ્વાગત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *