સોનાથી લદાયેલો રહે છે આ પાકિસ્તાની, લોકો લાઇફસ્ટાઇલના પણ છે ફેન

Untitled-1

જફર પહેલીવાર તે એવા સમયે ચર્ચામાં આવ્યો, જ્યારે તેણે ભાઇના લગ્નમાં અંદાજિત ૫૦૦ લક્ઝૂરિયસ કારનો કાફલો કાઢ્યો હતો. આ સિવાય ભાઇના લગ્નમાં કેટલાંક લોકોને માત્ર સડકો પર નોટ ઉડાવવા માટે રાખવા માટે આવ્યા હતા.
ગળામાં સોનાની મોટી ચેઇન, લક્ઝરી કારના કાફલા સાથે જોવા મળતો આ પાકિસ્તાની વ્યક્તિનું નામ છે જફર સુપારી. રાવલપિંડીમાં રહેતો બિઝનેસમેન જફર સુપારી પાકિસ્તાની સોશિયલ મીડિયાનો સેલિબ્રિટી છે અને તેમના લાખો ફોલોઅર્સ છે. તેની સાથે હંમેશા ત્રણ બોડીગાર્ડ્સ રહે છે. જફરે આ વર્ષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કેવી રીતે તે ઇન્ટરનેટ સેન્સેશન બન્યો અને કેવી રીતે લોકો તેના ફેન બની ગયા.
ડેઇલી પાકિસ્તાનને આપેલા એક ઇન્ટરવ્યુમાં જફરે જણાવ્યું હતું કે, હું જ્યાં પણ જાઉં છું ત્યારે એ જાણીને આશ્ચર્યમાં પડી જાઉં છું કે, લોકો મારાં વિશે આટલું બધું કેવી રીતે જાણે છે!
જફરે જણાવ્યું કે, તેણે માત્ર ત્રણ વર્ષ પહેલાં જ પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. તે સોશિયલ મીડિયામાં પોતાની લક્ઝરી લાઇફના ફોટો શેર કરતો રહે છે. જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ બની ગયા. તેણે પોતાના નામની પાછળ સુપારી લગાવવાનું સિક્રેટ પણ જણાવ્યું. તેણે જણાવ્યું કે, તેનું અસલી નામ જફર ખાન છે, પરંતુ મિત્રોએ તેના નામની પાછળ સુપારી લગાવવાની સલાહ આપી. કારણ કે તે મારી પર્સનાલિટીને સૂટ કરે છે.
જફરે જણાવ્યું કે, હું કોઇ ગુંડો નથી, હું ખૂબ જ નમ્ર વ્યક્તિ છું. લોકોને સારું-ખરાબ બોલવામાં મને જરા પણ રસ નથી. બાળકો અને યુવા પોતાના પેરેન્ટ્સની સાથે મને મળવા આવે છે અને સેલ્ફી લે છે. જફર હવે પાકિસ્તાની સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *