સૈફી બુરહાની અપલીકમેન્ટ ટ્રસ્ટ દ્વારા મુંબઈ સ્થિત દાઉદ ઇબ્રાહિમની ત્રણ સંપત્તિ ૧૧ કરોડ રૂપિયામાં ખરીદાઈ

dawoodibrahim1

કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહીમ અને ભારત માટે મોસ્ટ વોન્ટેડ એવા દાઉદની મુંબઈ ખાતે આવેલી સંપત્તિની આજે કરવામાં આવેલી નિલામી દરમિયાન દાઉદની ત્રણ સંપત્તિ એસબીયુટી ટ્રસ્ટ દ્વારા ખરીદી લેવામાં આવી છે. રૂપિયા ૧૧ કરોડમાં આ ત્રણ સંપત્તિ સૈફી બુરહાની અપલીપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઈ ખાતે આવેલી સંપત્તિ માટે યોજવામાં આવેલી નિલામી દરમિયાન ડામરવાલા બિલ્ડિંગની રિઝર્વ પ્રાઇઝ એક કરોડ ૫૫ લાખ ૭૬ હજાર હતી. ભીંડી બજારમાં બનેલી હોટલ રોનક અફરોઝ માટે એક કરોડ ૧૮ લાખની રિઝર્વ પ્રાઇઝ રાખવામાં આવી હતી જ્યારે પાકમોડિયા સ્થિત પર આવેલા શબનમ ગેસ્ટહાઉસ માટે એક કરોડ ર૧ લાખ ૪૩ હજારની રિઝર્વ પ્રાઇઝ રાખવામાં આવી હતી. દરમિયન નિલામી અંગે ટેન્ડર પ્રક્રિયા ૧૦ નવેમ્બરે પુરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન નિલામી માટે દેશભરમાંથી ૧૦ જેટલા રોકાણકારોએ ટેન્ડર માટે આવેદનપત્ર ભર્યા હતા જે પૈકી શૈફી બુરહાની અપલીપમેન્ટ ટ્રસ્ટ એટલે કે એસબીયુટી પણ સામેલ હતું. નિલામીની પ્રક્રિયામાં સૌથી પહેલા હોટલ રોનક અફરોઝની વર્ષ ર૦૧૫માં નિલામી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પુર્વ પત્રકાર બાલાકૃષ્ણને ૩૦ લાખ રૂપિયા ડિપોઝિટ કરીને નિલામી પોતાના નામે કરી હતી પરંતુ ૩.૯૮ કરોડની બાકીની રકમ ન ફરી શકવાના કારણે આ નિલામી રદ થઇ ગઈ હતી. ભીંડી બજારમાં બનાવવામાં આવેલી ડબલ સ્ટોર બિલ્ડિંગની રિઝર્વ પ્રાઇઝ એક કરોડ ર૧ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. કુખ્યાત અને ભારત માટે મોસ્ટ વોન્ટેડ એવા દાઉદની સંપત્તિને એસબીયુટી દ્વારા ૧૧ કરોડમાં ખરીદી લેવામાં આવી છે જેમાં રોનક અફરોઝ હોટલ, શબનમ ગેસ્ટહાઉસ અને ડામરવાલા ઇમારતનો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપરાંત ઔરંગાબાદ ફેક્ટરી, મઝગાંવ લેટ, દાદરીવાલા ચાલની નિલામી પણ કરવામાં આવી છે. આ નિલામીમાં રોનક અફરોઝ હોટલ ચાર કરોડમાં વેચાઈ છે જ્યારે બીજી તરફ શબનબ ગેસ્ટ હાઉસ અને ડામરવાળા ઇમારતના પાંચ રુમોની નિલામી કરવામાં આવી છે. નિલામી ચર્ચગેટ ખાતે આવેલા આઈએમસી બિલ્ડિંગમાં સવારે ૧૦ વાગે શરૂ થઇ હતી. નિલામીનું આયોજન સ્મગલર એન્ડ ફોરેન એક્સચેંજ મેનીલેચર એક્ટ સાફીમાં અંતર્ગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રાલયના નિયંત્રણમાં આવતા મહેસુલ વિભાગે એક જાહેરાત દ્વારા આ નિલામી અંગે જાણકારી આપી હતી. મહેસુલ વિભાગે આજ રોજ હાથ ધરવામાં આવનારી નિલામ માટે બંધ કવરમાં ઓફરો મંગાવી હતી. જેમાં દરેક સંપત્તિના રિઝર્વ પ્રાઇઝ એકથી દોઢ કરોડની વચ્ચે રાખવામાં આવ્યા હતા જેના આધારે સંપત્તિનું મૂલ્ય પાંચથી સાડા પાંચ કરોડ આકંવામાં આવ્યું છે.  ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા ઘણા લાંબા સમયથી ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. આ પ્રયાસોને હજુ સુધી સફળતા મળી નથી. તેવા સમયે આજે મુખ્ય ખાતે આવેલ સંપત્તિની હાથ ધરવામાં આવેલી નિલામી દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *