સેક્સી તેમજ થ્રીલર ફિલ્મ હેટ સ્ટોરી-૪નુ શુટિંગ પૂર્ણ

maxresdefault

જેની ઉત્સુકતાપૂર્વક ફિલ્મી ચાહકો રાહ જોઇ રહૃાા છે તે હેટ સ્ટોરી-૪ ફિલ્મની રજૂઆતને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેક્ષી ઇહાના ઢિલ્લોન નજરે પડનાર છે. તે આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અગાઉના ત્રણ પાર્ટને ચાહકો પસંદ કરી ચુક્યા છે. જેથ ચોથા ભાગને લઇને પણ ચાહકો ઉત્સુક છે. હેટ  સ્ટોર-૪ ફિલ્મના અગાઉના તમામ ભાગમાં સેક્સી સીન અને બોલ્ડ સન ભરપુર પ્રમાણમાં રાખવામાં આવ્યા હતા. જેથી ચોક્કસ ચાહક વર્ગ દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશક વિશાળ પંડ્યા દ્વારા ફિલ્મના કાસ્ટને લઇને કેટલાક ફોટો જારી કર્યા છે. આ ફિલ્મનુ શુટિંગ વિધિવતરીતે પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ તમામ લોકો ખુશ છે. ફિલ્મમાં ઉર્વશી રોટેલા અને ઇહાના ઢિલ્લોનની સાથે કરણ વાહી, સુરજ પંચોલી અને ગુરમીત ચૌધરી પણ કામ કરી રહૃાા છે. ફિલ્મના નિર્દેશક વિશાળ પંડ્યાએ ફિલ્મના કલાકારો અને ક્રુની સાથે એક ફોટો શેયર કરીને કેટલક માહિતી આપી છે. તેમણે કહૃાુ છે કે હેટ સ્ટોરી -૪ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ થ્રીલર ફિલ્મ બીજી માર્ચ ર૦૧૮ના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના તમામ કલાકારો આશાવાદી બનેલા છે. ઉર્વશી બોલિવુડમાં તેની ખાસ ઓળખ ધરાવે છે. તે રાકેશ રોશનની ફિલ્મ કાબીલમાં શાનદાર આઇટમ સોંગ કરીને રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ઉર્વશી પાસે ત્યારબાદ કેટલીક સારી ફિલ્મની ઓફર આવી ચુકી છે. સાથે સાથે મોટા બેનરની ફિલ્મમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર પણ તેને મળી રહી છે. તે હેટ સ્ટોરી-૪ ફિલ્મને લઉ પણ  આશાવાદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *