સુશાસન માટેની લોક-ઝંખના ચૂંટણીમાં વ્યકત

art2

દેશની જનતાએ વારંવાર એ સાબિત કર્યું છે કે, જ્યારે પણ કોઈ રાજકીય પક્ષ કે નેતાએ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નિર્ણાયક લડાઈ શરૂ કરી હોય ત્યારે નીતિ-ધર્મના બંધનોથી ઉપર ઉઠીને તેને સાથ આપ્યો છે. ભ્રષ્ટાચારમાં કયારેક તાનાશાાહી અને અપરાધિક પ્રવૃત્તિ પણ જોડાઈ જાય છે. એ પણ જોવામાં આવ્યું છે કે, કયારેક પછાત કે દલિત અનામત પર ખતરો તોળાતો હોય તો પણ આ વર્ગના લોકોએ અન્ય પાસાંઓની ઉપેક્ષા કરી છે. હાલની ધારાસભાઓની ચૂંટણી પણ આ બાબતમાં દૃષ્ટાાંત જ રહી.
ચૂંટણીમાં ભાજપાએ દર્શાવ્યું કે દેશની એકતાને અખંડ રાખવા માટે તે બીજા પક્ષોની તુલનામાં વધુ સમર્પિત છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ સંબંધી પરિણામો આવ્યા. પંજાબનો જનાદેશ પણ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ હતો. લેાકો અકાલી સરકારથી ત્રાસ પામ્યા હતાં. ત્યાં ભાજપાનો પ્રભાવ સીમિત જ રહ્યો હોવાથી ત્યાં ભાજપા કે નરેન્દ્ર મોદી નિર્ણાયક સ્થિતિમાં નહોતા. આમ આદમી પાર્ટી એટલે કે ‘આપ’ને પણ લોકોએ ખાસ ગંભીરતાથી લીધો નથી.
ઉત્તર પ્રદેશમાં જાતિવાદ, વંશવાદ, એકતરફી ધર્મ નિરપેક્ષતા અને અપરાધને રક્ષણ આપનારા રાજ્યોને તેની કિંમત ચૂકવવી પડી. મતદારોએ નોટબંધીને ભ્રષ્ટાચાર પર સજ્જડ પ્રહાર રૂપે જોઈ તેથીનોટબંધી વિરૂધ્ધ અન્ય પક્ષોની દલીલની તેમના પર કોઈ અસર પડી નહીં. પરિણામ પરથી સિધ્ધ થયું કે કેટલાક પક્ષો કેટલી હદે જનતાથી અળગા થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લેાકોએ પૂરો ભરોસો કર્યો તેના અનેક કારણો છે. તેમની સરકારના આટલા સમય ગાળામાં તેમના વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ ન થયો. તે એટલે સુધી કે, સામાન્ય માન્યતા પ્રમાણે તેમણે પોતાના મંત્રી મંડળ પર પણ ભ્રષ્ટાચારની કાળી છાયા પડવા દીધી નહીં અને નોકરશાહીના સ્તરે પણ ભ્રષ્ટાચારને ખત્મ કરવાની યોજના થઈ રહ્યાની આશા સર્જાઈ છે. આ સ્થિતિમાં જો વડા પ્રધાન ઉત્તર પ્રદેશમાં જઈને ખાતરી આપે તો લેાકેા તેમના પર ભરોસો કરવાના જ છે.
અલબત્ત, વાસ્તવમાં આમ પહેલીવાર બન્યું નથી. અગાઉ ૧૯૭૭માં પણ મતદાતાઓએ જયપ્રકાશ નારાયણ પર ભરોસો મૂકીને કેન્દ્રની સત્તા તેમના નેતૃત્વ તળેની જનતા પાર્ટીને સોંપી હતી. જયપ્રકાશ ભ્રષ્ટાચાર અને તાનાશાહી વિરૂધ્ધ આંદોલનના પ્રતીક બન્યા હતાં. એ અલગ વાત છે કે, જનતાપાર્ટીની સરકારે જયપ્રકાશ નારાયણ અને લોકોની આશાાઓ પરિપૂર્ણ કરી નહીં.
‘ગરીબી હટાવો’ના સૂત્રથી ૧૯૭૧ની લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિથી વિજેતા ઈંદિરા ગાંધી પણ ગરીબોની આશા સિધ્ધ કરી શકયા નહીં. પરંતુ ૧૯૬૯માં તેમણે જ્યારે ૧૪ ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે ગરીબોને લાગ્યું કે તેઓ આ કામ ગરીબો માટે જ કરી રહ્યા છે. તેમણે રાજાઓના પ્રિવી પર્સ અને વિશેષાધિકાર પણ સમાાપ્ત કર્યા હતાં. ઈંદિરા સરકારે એ દર્શાવી દીધું કે તે આ પ્રયાસ અમીરો પાસેથી છીનવીને ગરીબોને વિતરણની કોશિશના ભાગ રૂપે થઈ રહ્યું છે.
તાજેતરની નોટબંધી પરથી પણ ગરીબોને એમ સમજાયું કે કાળું ધન એકત્ર કરનાર પાસેથી તે આંચકી લેવામાં આવી રહ્યું છે. ૧૯૮૭-૮૯ના બોફોર્સ ગોટાળાએ રાજીવ ગાંધી સરકારને અપદસ્થ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી સાબિત થયું કે, સામાન્ય લોકો સરકારી ભ્રષ્ટાચારને કેટલો ખરાબ ગણે છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયની પાછળ પણ મનમોહન સરકારના મોટાં ગોટાળાઓનો સૌથી મોટો હાથ હતો.
૧૯૬૨ સુધીની ચૂંટણીમાં કોંગ્રેસની સરકારો રચાતી ગઈ, પરંતુ સરકારે ભ્રષ્ટાચાર ઝડપથી વધતાં ૧૯૬૭ની ચૂંટણી પછી નવ રાજ્યોમાં બિન-કોંગ્રેસી સરકારો સત્તારૂઢ થઈ. ૧૯૭૪માં ઈંદિરા ગાંધીને સરકાર વિરૂધ્ધ જેપી આંદોલન ભ્રષ્ટાચાર વિરૂધ્ધ હતું. મોટા ભાગના મતદારોએ જાતિ-ધર્મથી ઉપર ઉઠીને ૧૯૭૭માં કોંગ્રેસને પરાજય આપ્યો. તે જ રીતે ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં મોટાભાગના મતદારોએ જાતિ જેવા બંધનોને તોડીને ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાંપણ ‘મિસ્ટર કલીન’ની છબીવાળા રાજીવ ગાંધીની હત્યાને કારણે કોંગ્રેસ અને ખાસ કરીને રાજીવ ગાંધી પ્રતિ ઉપજેલી સહાનુભૂતિ પણ મહત્વની હતી.
પરંતુ તે પહેલાં કોંગેસના મહામંત્રીના રૂપમાં રાજીવ ગાંધીએ કોંગ્રસેના એવા ત્રણ મુખ્યમંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતાં. તેથી એમ જણાયું કે, રાજીવ ગાંધી આવી આશાઓ પરિપૂર્ણ કરી શકયા નહીં.
શું બિન-ભાજપી પક્ષો ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના પરિણામોથી કોઈ બોધપાઠ લેશે બીજા સ્થાનિય કારણોથી છૂટક બેઠકો જીતીને જૂની માન્યતાએાના આધારે જ ચાલતા રહેશે? હાલની જીત વિષે સામાન્ય ધારણા એવી છે કે, ભ્રષ્ટાચાર અને કાળાં ધન વિરૂધ્ધની ઝૂંબેશનાને કારણે વડાપ્રધાન મોદી અને ભાજપાને જીત મળી છે. આવી જીતને કારણે ભાજપા અને રાજગની અંદર મોદી વિરોધીઓ પૂરેપૂરા નબળાં પડશે. કેન્દ્ર સરકારના એ પ્રશાસાનિક અધિકારી પર સતર્ક થઈ જશે જેઓ અત્યાર સુધી મોદીના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં શિથિલ રીતે કામ કરતાં આવ્યા છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પક્ષીય સમીકરણમાં ફેરફાર થઈ શકે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો એ પક્ષો અને નેતાઓ માટે સંભવિતપણે અંતિમ ચેતવણી છે, જેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પરાજયથી કોઈ બોધપાઠ લીધો નથી, અને જેઓ હજીયે જાતિવાદ, ભ્રષ્ટાચાર અને મતબેંક તૃષ્ટિકરણમાં જ વ્યસ્ત છે. તેમણે બોધપાઠ લેવો જોઈએ કે લોકો હવે સુશાસન ઈચ્છે છે.
બિન-ભાજપી પક્ષોના જે નેતાઓ એમ કહી રહ્યા છે કે ભાજપાએ સાંપ્રદાયિક ધ્રુવીકરણથી ચૂંટણી જીતી છે. તેમણે એ પણ વિચારવું જોઈએ કે ચૂંટણીમાં ધ્રુવીકરણની સીમિત અસરને માનવામાં પણ આવે તો પણ આ કામ માાટે તેમનું પોતાનું કેટલું યોગદાન રહ્યું છે? વાસ્તવમાં તેમણે પોતાની ખામીઓ સુધારવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *