સુરેશ રૈનાની ચાલતી કારમાં ટાયર ફાટયુ,બાલ બાલ બચ્યો

c9

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર અને ડાબા હાથનો બેટસમેન સુરેશ રૈના હાલના દિવસોમાં ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહૃાો છે મંગળવારે રૈના દિલ્હીથી કાનપુર જઇ રહૃાો હતો આ દરમિયાન તે એક મોટી કાર દુર્ઘટનાનો શિકાર થવાથી બાલ બાલ બચી ગયો હતો. રૈનાએ ખુદ સોશલ મીડિયા પર આ ધટનાની બાબતે જણાવ્યું હતું કે ઇટાવાના ફ્રેડ્સ કોલોનીની પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું ઘટના બાદ પોલીસે બીજીકારથી તેમને કાનપુર મોકલ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરેશ રૈનાની પોતાની રેંજ રોવર કાર (ડીએલ-૧ સીએમ ૪૯૧૯થી દિલ્હીથી કાનપુરના ગ્રીન પાર્કમાં ૧૩ સપ્ટેમ્બરે થનાર ક્રિકેટ મેચમાં હિસ્સો લેવા માટે  આવી રહૃાો હતો. સોમવારે વહેલી સવારે ૩.૩૦ કલાકે આગ્રામ કાનપુર હાઇવે પર ફ્રેડ્સ કોલોની વિસ્તારમાં તેની રેંજ રોવર કારનું પાછળનું ટાયર ફાટી ગયુ હતું ટાયર ફાટી ગયા બાદ તેણે તેની માહીતી સ્થાનિક પોલીસને આપી ત્યારબાદ પોલીસ ધટના સ્થળે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *