સુરેન્દ્રનગર, ડીસા અને રાજકોટમાં ૪૩ ડિગ્રી ગરમી

l2

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ આજે ઘટ્યું હતું. બુધવારની સરખામણીમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૩ રહ્યું હતું. છતાં પણ બપોરના ગાળામાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. જરૂરી કામના સીલસીલામાં તીવ્ર ગરમી વચ્ચે જે લોકો બહાર નીકળ્યા હતા તે પણ સાવધાન રહૃાા હતા અને ગરમીથી બચવા માટેના ઉપાય કરતા નજરે પડ્યા હતા. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ડીસામાં રહ્યું હતું. ડીસામાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૩ રહૃાો હતો. રાજકોટમાં પણ પારો ૪૩ રહૃાો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. હવામાન વિભાગ તરફથી હીટવેવની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. જેથી તંત્રને રાહત થઈ છે પરંતુ નિષ્ણાત તબીબો દ્વારા પણ તીવ્ર તાપમાનની વચ્ચે સાવચેતી રાખવા માટે તમામ લોકોને સલાહ આપવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં સાવચેતીના પગલારુપે લોકો બહાર નિકળી રહૃાા નથી. ગરમીના કારણે બપોરના ગાળામાં રસ્તા બિલકુલ સુમસામ દેખાઈ રહૃાા છે. તીવ્ર ગરમી વચ્ચે પંખા અને એસીનો હવે ભરપુર ઉપયોગ થઈ રહૃાો છે. આરોગ્ય વિભાગ તરફથી લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ શરીર પર એવા વસ્ત્રો પહેરવા જેથી કરીને ગરમ પવનોની અસર ન થાય.લૂ ન લાગે કે હિટસ્ટ્રોકનો ભોગ બનવું ન પડે તે માટે લોકોને બને એટલું પાણી વધારે પીવા પર ખાસ સલાહ સલાહ આપવામાં આવી છે. ગરમીથી લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એકશન પ્લાનને અમલી કરવામાં આવ્યો છે. વેપારીઓ અને અન્ય સ્વૈચ્છિક સંગઠનોને ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં કોથળા, કંતાન વગેરે પુરા પાડવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રક્ષણ આપવા માટે ખાસ પગલા લેવામાં વ્યસ્ત છે. તીવ્ર હીટવેવની સ્થિતિના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જુદા જુદા પગલાં લોકોને રાહત આપવા માટે લેવામાં આવી ચુક્યા છે. તીવ્ર ગરમીના કારણે પેટમાં દુખાવા, ચક્કર આવવા, બેભાન થઈ જવાના બનાવોમાં વધારો થયો છે. તબીબો પણ હાલ સૂચનો કરી રહૃાા છે. લોકો પણ જરૂરી સલાહ મુજબ જ આગળ વધી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *