સુરતમાં દારૂની મહેફિલ માણતા ૧૧ યુવતિઓ સહિત ર૮ પકડાયા

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પોલીસે બર્થડે પાર્ટીના નામે ચાલતી શરાબની મહેફિલમાં છાપો મારી ૧૧ યુવતિઓ સહિત ર૮ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરના અલથાણ વિસ્તારની મોહનપાર્કના મકાનમાં શરાબની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી મળતા મધરાત્રી બાદ ખટોદરા પીએસઆઈ ગામીત તથા સ્ટાફે ત્યાં છાપો માર્યો હતો.

મકાન માલિકના પુત્ર ધ્રુવ જયપ્રકાશની બર્થડે પાર્ટી હોવાથી યુવા વર્ગ ત્યાં એકઠો થઈ દારૂની મહેફિલ માણી રહૃાો હતો. પોલીસે ત્યાંથી ઝુમતા ૧૧ યુવતિઓ અને ૧૭ યુવાનોને ઝડપી પાડ્યા હતા. તેમજ ત્યાંથી જુદી જુદી  બ્રાન્ડની ૯ બોટલો પણ કબજે કરી હતી.

આ તમામ પકડાયેલાઓને પોલીસ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પકડાયેલા નબીરાઓ હોવાથી તેમના પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા. ખટોદરા પોલીસ મથકમાં આ બાબતે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેઓ આજે જામીન ઉપર છૂટયા હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *