સુરતની ૧૨ સહીત સાઉથ-ગુજરાતની ૩૫ બેઠકોની સમીક્ષા મોદી ગુજરાતમાં ઝોન બેઠકો લેશે:સુરતથી પ્રારંભ કર્યો

l3

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણીનાં વાગવા લાગેલા પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહનાં વધેલા ગુજરાત પ્રવાસમાં સુરતમાં મોદીની મુલાકાત સમયે સર્કીટ હાઉસમાં તેઓએ દક્ષિણ-ગુજરાત ઝોનનાં ભાજપના સાંસદો-ધારાસભ્યો તથા જે તે શહેર-જીલ્લાનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં ૨૦૧૨-૧૪ ની ચૂંટણીમાં ભાજપના દેખાવ અને હવે ૧૫૦ બેઠકોનો જે લક્ષ્યાંક રાખ્યો છે તે અંગે સમીક્ષા કરી હતી.
પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ મોદીએ આ બેઠક માટે અગાઉથી જ પ્રદેશ ભાજપને તમામ ફીડ બેક તૈયાર રાખવા સુચના આપી હતી. સુરતમાં કોઈ વડાપ્રધાને રાત્રીનાં રોકાણ કરવાનું પસંદ કર્યુ હોય તેવી આ પ્રથમ ઘટના છે. સર્કીટ હાઉસમાં મોદીનાં રોકાણના કારણે સુરક્ષાનાં જે પ્રશ્ર્નો ઉભા થયા હતા તેનાં કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને પણ ખાનગી હોટેલમાં રોકાવુ પડયુ હતું.
મોદીએ ભોજનની સાથે જ સાઉથ ઝોનનાં આ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ-ડાંગ-નવસારી સુરત શહેર, તાપી-ભરૂચ, નર્મદા જીલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં યુપીનાં નાયબ મુખ્યમંત્રી તથા ગુજરાતનાં પ્રભારી દિનેશ શર્મા ભાજપના સંગઠન મહામંત્રી વી.સતીષ ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જીતુ વાઘાણી હાજર હતા.દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકો ભાજપ માટે મહત્વની છે.
આ ક્ષેત્ર સુરત જેવા સેમી મેટ્રો સીટીથી લઈને ડાંગ-આહવા જેવા આદીવાસી ક્ષેત્ર અને ભરૂચ-જેવા લઘુમતી મતદારોનો સમાવેશ થાય છે. અહીંની કુલ ૩૫ બેઠકોમાં ભાજપે ૨૦૧૨ માં ૨૮ બેઠકો જીતી હતી અને કોંગ્રેસને ૬ બેઠકો તથા અન્યને ૧ બેઠક મળી છે.
સુરતમાં ભાજપે તમામ ૧૨ બેઠકો જીતી હતી અને તેથી જ આ મહાનગરમાં મોદીએ તેનો જવાબ સર્જવા આયોજન કર્યું હતું. તો લોકસભામાં સમગ્ર ગુજરાત ભારતમાં સમરસ થયુ હતું.
મોદીની આ બેઠકને પણ હવે તેઓ તેમના ગુજરાત પ્રવાસમાં તમામ ઝોન વાઈઝ આ રીતે સમીક્ષા કરશે તે નિશ્ર્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *