સી પ્લેનમાં વડાપ્રધાને પ્રથમ ઉડાન ભરી શહેરનો રીવરફ્રન્ટ રાષ્ટ્રમાં અને વિશ્વમાં નઝરાણું બન્યો

t3

ગુજરાતના ગૌરવ અને રાષ્ટ્રભકત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસના નવા-નવા સોપાનો રાષ્ટ્રને ચરણે ધરી રહ્યા છે. ગુજરાત અને અમદાવાદને તેનો સવિશેષ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. નવા વર્ષની પ્રારંભે ઘોઘાથીદહેજ રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરાયો છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટે્રનનો પ્રોજેકટ અમલી કર્યો છે. આજે અમદાવાદની સાબરમતી નદીના સરદાર બ્રીજના નીચે પાલડીથી દેશની સૌ પ્રથમ સી-પ્લેન સર્વિસ વિકાસના નવા સોપાન તરીકે પ્રારંભ કરીને અમદાવાદ અને ગુજરાતને એક અમૂલ્ય ભેટ ધરી છે.
ભાજપા મીડિયા સેલની યાદીમાં જણાવાયું છે કે, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’, મોદી… મોદી…ના નારા સાથે વિકાસના નવા સોપાન સી-પ્લેનની પ્રથમ ઉડાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧.૦૦ કલાકના સુમારે સાબરમતી નદીથી સવાર થઈને ઉડ્યા હતાં. સાબરમતીથી પ્રારંભ થયેલી તેમની ઉડાન ધરોઈ ડેમ ખાતે સરોવરમાં ઉતરી હતી. ધરોઈ ખાતેથી જનતા-જનાર્દનનું અભિવાદન ઝીલતા-ઝીલતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી શકિતપીઠ અંબાજી માતાના મંદિરે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. માઁ અંબાજીની પૂજા-અર્ચના અને આરાધના કરી હતી.
ભાજપા મીડિયા વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું એક આગવું મોડેલ બન્યું છે. અમદાવાદનું રીવરફ્રન્ટ રાષ્ટ્રમાં અને વિશ્ર્વમાં વિકાસનું એક નઝરાણું બન્યું છે. બોટીંગની સેવા સાથે આજે સી-પ્લેનની નવીન સેવા પ્રારંભ થઈ છે. અમદાવાદ દેશના આર્થિક વિકાસના કેન્દ્રમાં આવી ગયું છે. અમદાવાદી વિકાસના નવા સોપાનને વધારવા અને અભિનંદન આપવા હજારોની સંખ્યામાં રીવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા છે.
ભાજપાનો મંત્ર છે, વિકાસ અને કોંગ્રેસનો મુદ્દો છે વિવાદ એ ગુજરાતની જનતાની વચ્ચે આજે વધુ સ્પષ્ટ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *