સીમલીયાખુર્દ ગામે શખ્સે પાક સળગાવ્યો

દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના ઈસમે ગીરવે રાખેલ ખેતરમાં ચાલુ સાલે કરેલ મકાઈના વાવેતરના તૈયાર થયેલ પાક કાપી કડબ સાથે ખેતરમાં ભેગો કરી મૂકેલ ઢગલામાં ગામના જ ઈસમે કોઈ કારણસર આગ ચાંપી દઈ બાળી નાંખતાં રૂપિયા ૧ર૦૦૦/-નું નુકશાન પહોંચાડ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર સીમલીયાખુર્દ ગામતળમાં રહેતા સુકીયાભાઈ ભલાભાઈ અમલીયારે ગીરવે રાખેલ ખેતરમાં ચાલુ સાલે મકાઈનું વાવેતર કર્યું હતું જે મકાઈનો પાક તૈયાર થતાં મકાઈ કાપી કડબ સાથે ખેતરમાં ભેગી કરી મૂકી રાખી હતી જે મકાઈમાં તેના જ ગામના ચકલાભાઈ પીદીયાભાઈ અમલીયારે આગ ચાંપી દેતાં કડબ સાથેની મકાઈ સંપૂર્ણ બળીને રાખ થઈ જતાં અંદાજે રૂપિયા ૧ર૦૦૦/-નું નુકશાન થવા પામ્યું હતું.

આ સંબંધે સુકીયાભાઈ અમલીયારે કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ચકલાભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *